યૂએસ યુનિવર્સિટીઓનો ભારતીય વિદ્યાર્થીઓ માટે આદેશઃ- કોવેક્સિન અને સ્પુતનિક વી નો ડોઝ લેનારાઓ એ ફરીથી લેવી પડશે વેક્સિન
- અમેરકાની યુનિવર્સિટીઓએ ઙારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલી મૂક્યા
- કોવેક્સિન અને સ્પુતનિકવીનો ડોઝ લેનારાએ ફરી લેવી પડશે વેક્સિન
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ પગપેસારો કર્યો છે, હાલ પણ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાની અસર વર્તાઈ રહી છે,ત્યારે હવે કોરોના મહામારી દરમિયાન, અમેરિકન યુનિવર્સિટીઓની કોરોના રસીકરણ નીતિએ ભારત સહિત વિદેશી વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીમાં મુકાયા છે. ભારતમાં કોવેક્સિન અથવા સ્પુટનિક વીની રસી મેળવી ચૂકેલા ભારતીય વિદ્યાર્થીઓને યુએસ યુનિવર્સિટીઓએ ફરીથી રસી અપાવવા જણાવ્યું છે.
અમેરિકાની તમામ યૂનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને ફરીથી રસીકરણ કરવા માટે કહી રહી છે,જો તેમણે કોરોનામાં એવી વેક્સિનનો ડોઝ લીધો છે કે જેને વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી મંજૂરી મળી નથી જેમાં ભારતીય વિદ્યાર્થઈનો પણ સમાવેશ થાય છે, જેમાં તેમણે ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતિકવી વેક્સિન લીધી હોય તેમણે ફરીથી વેક્સિન લેવી પડશે
અમેરિકન યુનિવર્સિટીઓ આ વેક્સિનને અસરકારકતા અને સલામતી અંગેના ડેટાના અભાવને તેનું કારણ બતાવ્યું છે. સંબંધિત વિદ્યાર્થીઓને શરદ ઋતુમાં થનારી સેમેસ્ટરની શરૂઆત પહેલા ફરીથી રસી આપવાનું કહેવામાં આવે છે.
યુનિવર્સિટીઓના આ આદેશ બાદ, આ વિદ્યાર્થીઓ બે અલગ અલગ રસી લેવાની સલામતી અંગે ચિંતિત થઈ રહ્યા છે. જે વિદ્યાર્થઈએ અહીં પહેલાથી જ વેક્સિન લઈ લીધઈ છે અને તેઓ હવે એમેરિકા અભ્યાસ અર્થે જવા માંગે છે તે લોકોમાં હવે ચિંતા ફેલાઈ રહી છે.
વિદ્યાર્થીઓને આવી ચિંતાઓનો સામનો કરવા પર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના યુ.એસ. કેન્દ્રના પ્રવક્તા ક્રિસ્ટન નોર્ડલંડ, સી.ડી.સી.એ ન્યૂ યોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે ‘કેમ કે કોવિડ -19 રસી વિનિમયક્ષમ નથી, તેથી બે જુદી જુદી રસીનો ઉપયોગ થઈ શકે છે. તેમાં બે જુદા જુદા ડોઝ લેવાની સલામતી અને અસરકારકતાનો અભ્યાસ કરવામાં આવ્યો નથી. ‘