અમેરિકાના મેગેઝીનના એક આર્ટિકલમાં કાર્ડિયક કોહરેન્સ બ્રીધિંગ એક્સરસાઈઝના અગણિત ફાયદાની ચર્ચા કરવામાં આવી છે. પરંતુ ભારતીય પોતાની પ્રાચીન પદ્ધતિ પ્રાણાયામને નવી પદ્ધતિ તરીકે રજૂ કરવાને કારણે નારાજ થઈ ગયા છે.
પ્રાચીન કાળથી જ ભારતમાં યોગને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ચાહે ભારતીય દર્શન હોય અથવા વ્યવહારીક જીવન, બંનેમાં જ યોગનું ખાસ સ્થાન રહ્યું છે. હાલમાં પણ વિદેશથી લોકો યોગ શીખવા માટે ભારત આવે છે. જો કે હવે સાઈન્ટિફિક અમેરિકન નામના મેગેઝીનમાં પ્રકાશિત થયેલા આર્ટિકલમાં યોગની આખી પ્રક્રિયાને કાર્ડિયક કોહરેન્સ બ્રીધિંગ એક્સરસાઈઝના નામે રજૂ કરવામાં આવી છે.
આ આર્ટિકલ જેવો ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો કે ભારતીય પોતાના મનની વાત કહેવાથી ચુક્યા નથી. જર્નલમાં લખવામાં આવ્યું છે કે કાર્ડિયક કોહરેન્સ બ્રીધિંગ એક્સરસાઈઝ હાર્ટબીટ સ્થિર કરે છે અને તેમા ચિત્તને શાંત કરવાની ગજબની ક્ષમતા છે. આ આર્ટિકલની સાથે જે તસવીર શેયર કરવામાં આવી છે, તે અસલમાં પ્રાણાયામની જ મુદ્રા છે. ટ્વિટર પર ઘણાં ભારતીયોએ સવાલ કર્યો છે કે શું આ નવી એક્સરસાઈઝ ભારતીય યોગ નથી?
આ આર્ટિકલમાં શ્વાસ લેવા સંબંધિત ઘણી તકનીક પર ધ્યાન આપવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે આ બ્રીધિંગ એક્સરસાઈઝ બેચેની અને અનિદ્રા વિરુદ્ધ લડવામાં અસરદાર કેવી રીતે છે. તેમા પ્રાણાયામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને શ્વસન સંબંધિત નિયમન પર હિંદુઓનો દ્રષ્ટિકોણ પણ જણાવવામાં આવ્યો છે.
પ્રાણાયામ સંદર્ભે આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે પ્રાણાયામ યોગ શ્વસન સંબંધિત નિયંત્રણને લઈને પહેલો સિદ્ધાંત હતો. તેને લાંબા જીવન માટે એક અસરદાર રીત માનવામાં આવતી હતી.
જો કે તેમા પણ ટ્વિટર પર ટીકા ઓછી થઈ નથી. જ્યાં કેટલાક લોકોએ આ કલ્ચર એપ્રોપ્રિએશનનું નામ આપ્યું છે, તો કેટલાક લોકોએ આર્ટિકલને અજ્ઞાનતાથી ભરેલો ગણાવ્યો છે. આ યૂઝરે લખ્યું છે કે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિથી જ્ઞાન ચોરી કરીને તેને નવું નામ આપો અને તેના ઉપર પોતાનો દાવો કરી દો. પછી આપણી પરંપરાઓને અંધવિશ્વાસ કહીને તેના ઉપર હુમલો કરો.
ત્યાં સુધી કે કેરળથી કોંગ્રેસના સાંસદ શશી થરુરે પણ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે 2500 વર્ષ જૂની પ્રાણાયામની ભારતીય તકનીકના ફાયદાનું વિગતવાર વર્ણન, 21મી સદીની વૈજ્ઞાનિક ભાષાના ક્લેવરમાં કાર્ડિયક કોહરેન્સ બ્રીધિંગ! પશ્ચિમી દેશોને હજી કેટલીક સદીઓ લાગ જશે એ બધું શીખવામાં જે આપણા પૂર્વજ એક જમાના પહેલા શિખવાડીને ગયા છે. પરંતુ હા તમારા બધાંનું સ્વાગત છે.