પેલેસ્ટાઈનના પુન:નિર્માણમાં અમેરિકા કરશે મદદ, કહ્યુ પેલેસ્ટાઈન દેશ બનાવવો એક માત્ર નિરાકરણ
- અમેરિકાના રાષ્ટ્રપતિએ કહી મોટી વાત
- પેલેસ્ટાઈનના પુન:નિર્માણમાં અમેરિકા કરશે મદદ
- પેલેસ્ટાઈન દેશ બનાવવો એક માત્ર નિરાકરણ
દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે થયેલા 11 દિવસના ભીષણ સંધર્ષ બાદ હવે સ્થિતિ સુધરી રહી છે. અમેરિકા પણ આ મુદ્દે પોતાનો મત આપીને ઘર્ષણને શાંત રાખવાનો પ્રયાસ કરી રહ્યુ છે. આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકા પેલેસ્ટાઈનને પુન: નિર્માણમાં મદદ કરશે.
જો બાઈડન દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે ઈઝરાયલની સાથે સાથે પેલેસ્ટાઈનને અલગ પ્રદેશ બનાવી દેવુ તે એકમાત્ર નિરાકરણ છે. આ ઉપરાત અમેરિકા દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે, તેમણે ઈઝરાયલીઓને કહ્યું હતુ કે જેરૂશલેમના ફ્લેશપોઈંટ શહેરમાં આતંકવાદી પ્રવૃતિઓને રોકે.
જો કે આ બાબતે જો બાઈડને તે વાત પર પણ જોર મુક્યું કે ઈઝરાયલની સુરક્ષાને લઈને તેમના મનમાં કોઈ બદલાવ આવ્યો નથી. જ્યાં સુધી અસમાન રૂપે ઈઝરાયલનો ઓળખ મળશે નહી ત્યાં સુધી કોઈ શાંતિ થશે નહી.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના શાસનકાળ દરમિયાન અમેરિકાની નીતિની આલોચના ઈઝરાયલના સમર્થક અને પેલેસ્ટાઈનની અવગણના કરવાના રૂપમાં કરવામાં આવતી હતી.
જો બાઈડન દ્વારા શુક્રવારે બે વિકસિત દેશોની નીતિ પર જોર આપવામાં આવ્યું અને તેની સાથે પણ કહેવામાં આવ્યું કે ઈઝરાયલની સુરક્ષા માટે મારા મનમાં કોઈ બદલાવ નથી આવ્યો. જે બદલાવની જરૂર છે તે છે બે રાજ્યોની સમાધાનની જરૂરીયાત.