- ન્યૂયોર્કમાં બલૂચિસ્તાનમાં માનવાધિકાર ભંગ મામલે પ્રદર્શન
- ન્યૂયોર્કમાં વિશ્વ બલૂચ સંસ્થાન દ્વારા પાકિસ્તાન સામે પ્રદર્શન
વિશ્વ બલૂચ સંસ્થાને ન્યૂયોર્કમાં પાકિસ્તાન વિરુદ્ધ કેમ્પેન શરૂ કર્યું છે. પાકિસ્તાન બલૂચિસ્તાનમાં માનવાધિકારોના ઉલ્લંઘનને લઈને પાકિસ્તાન ઘેરાઈ રહ્યું છે. દેખાવકારોએ પોતાના પોસ્ટર્સમાં લખ્યું છે કે બલૂચોની જિંદગી પણ કિંમતી છે. પોસ્ટર્સમાં યુએનને અપીલ કરવામાં આવી છે કે બલૂચિસ્તાન મામલામાં સંયુક્ત રાષ્ટ્ર દખલગીરી કરે. બલૂચિસ્તાનમાં ગાયબ થયેલા લોકોને પાછા લાવવામાં આવે. બલૂચિસ્તાન મૂવમેન્ટ કેમ્પને આખા ન્યૂયોર્કમાં ચાલી રહ્યું છે.
તાજેતરમાં જિનેવામાં યુએનએચઆરસીના સત્ર દરમિયાન બલૂચિસ્તાનમાં માનવાધિકારોના ઉલ્લંઘનને લઈને વિરોધ પ્રદર્શન થયા હતા. પાકિસ્તાનથી આઝાદીની માગણી કરી રહેલા બલૂચિસ્તાનનાલોકોએ આના પહેલા પણ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની સામે ક્ષેત્રમાં પાકિસ્તાની સેનાના અત્યાચારોને ઉજાગર કરવાની વાત કરી હતી.
વરિષ્ઠ બલૂચ કાર્યકર્તા કરીમા બલૂચે માર્ચમાં જ આ મંચ પરથી એ વાતને ઉજાગર કરી હતી કે પાકિસ્તાની સેના ઘણાં દશકાઓથી બલૂચિસ્તાનમાં સ્થાનિક લોકોની કત્લેઆમ કરતી રહી છે. તેમણે કહ્યુ હતુ કે બલૂચ લોકોના માનવાધિકારોના થઈ રહેલા ઉલ્લંઘનને રોકવું જોઈએ અને અપરાધીઓએ ન્યાયનો સામનો કરવો જોઈએ. કરીમાએ કહ્યું હતું કે દુનિયાએ તાત્કાલિક આ મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ અને એક આંતરરાષ્ટ્રીય તપાસ આના સંદર્ભે શરૂ કરવી જોઈએ.