Site icon Revoi.in

1945મા સેનાના જવાને પોતાની માતાને લખ્યો હતો પત્ર ,76 વર્ષ પછી ટપાલ મારફત ઘરે આવ્યો,જાણો શું છે હૃદયસ્પર્શી ઘટના

Social Share

 

દિલ્હીઃ- આજે  ઈન્ટરનેટનો યુ ચાલી રહ્યો છે જ્યા નાનામાં નાની ખબર પણ સોશિયલી મીડિયા પર તરત વાયરલ થઈ જતી હોય છે, કોઈને પત્ર લખવો હોય. તો મેઈલ કરવામાં આવે છે વાત કરવી હોય તો તરત વીડિયો  કોલ કરવામાં આવે છે પણ તમે કલ્પના કરો કે આજથી 76 વર્ષ પહેલા શું સ્થિતિ હશે, ત્યારે તો માત્ર લેખિતમાં જ પત્ર લખીને એકબીજાને મોકલવાની પદ્ધતિ અસ્તીત્વમાં હતી.

ત્યારે પત્રને લગતી એક હ્દય સપર્શી ઘટના અમેરિકામાંથી સામે આવી રહી છે, વાત જાણે એમ છે કે અમેરિકામાં હાલ એક પત્ર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેની ચર્ચાઓ ચારેતરફ વિશ્વમાં ફેલાઈ રહી છે.  કારણ કે વાત છે વર્ષ 1945ની કે જ્યારે અમેરિકાના એક સૈનિકે  તેની માતાને એક  ખાસ લાગણી ભરર્યો પોતાની ખબર અંતદ દર્શાવતો પત્ર લખ્યો હતો, જો કે એ પત્ર ત્યારે તેની માતાને ન મળી શક્યો પરંતુ આજે એટલે કે વર્ષ 2021માં 76 વર્ષ બાદ તેના ઘરે ટપાલ દ્રારા આ પત્ર આવ્યો છે.આ વાતને લઈને સૌ કોઈ ચોંકી ગયા છે,

હવે તમારા મનમાં સવાલ થતો હશે કે શું આજે એ પત્ર મળ્યો તો કોને મળ્યો, તો તમને જણાવી દઈએ કે 76 વર્ષ પહેલા આર્મીએ જે પત્ર તેની માતાને નામે લખ્યો હતો તે તાજેતરમાં તેની પત્નીને મળ્યો હતો.આ પત્ર  બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 6 ડિસેમ્બર વર્ષ 1945માં  સાર્જેન્ટ જ્હોન ગોજાલ્વેસ નામના સેનાના જવાને લખ્યો હતો જ્યારે તેના લગ્ન પણ થયા ન હતા.અને તેની ઉંમર માત્ર 22 વર્ષ જ હતી.

આ પત્રમાં લખ્યું છે કે, મારી વહાલી માતા, આજે બીજા એક પત્ર તમારો મળ્યો અને અ જાણીની ખુશી થઈ કે બઘુ બરાબર છે.  હું પણ ઠીક છું અને બધું બરાબર છે, માત્ર મોટાભાગે  ખાવાનું થોડૂ ખરાબ મળે છે. તમરા માટે ખૂબ ઘણો પ્રેમ. ટૂંક સમયમાં તમને મળવાની રાહ જોઈ રહ્યો છું, તમારો પુત્ર જોની.’

76 વર્ષ બાદ જ્યારે  તાજેતરમાં સાર્જન્ટની પત્ની એન્જેલિનાએ આ પત્ર ખોલ્યો તો તેને વિશ્વાસ નહોત આવ્યો કે આ પત્ર તેના પતિએ તેના લગ્નના 5 વર્ષ પહેલા તેની સાસુને લખ્યો છે. આ પત્ર તેની માતાને તેના પતિના લગ્નના 5 વર્ષ પહેલા લખવામાં આવ્યો હતો જે હવે તેને મળ્યો છે.