Site icon Revoi.in

અમેરિકા ઈઝરાયલને 5.4 હજાર કરોડના હથિયાર વેચશે

Social Share

દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલો તણાવ હાલ ચાલી રહ્યો છે. આગળ જતા તે વધારે ભડકે બળી શકે છે. કારણ છે કે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે થયેલા હથિયાર ખરીદીના સોદાને કારણે ઈઝરાયલ વધારે 5.4 હજાર કરોડના હથિયાર અમેરિકા પાસેથી ખરીદશે.

પેલિસ્ટાઇન સાથે યુદ્ધ છતા અમેરિકાના બાઇડન પ્રશાસને આ હિથયારોની ખરીદીને મંજૂરી આપી છે જેનો અમેરિકન સંસદમાં વિરોધ ન થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. બીજી તરફ ઇઝરાયેલ દ્વારા હજુ પણ ગાઝા બોર્ડર પર બોમ્બમારો અને હવાઇ હુમલા જારી છે. જેને પગલે અત્યાર સુધીમાં 201 પેલેસ્ટાઇની નાગરિકો માર્યા ગયા છે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આ ડીલને લઇને વિરોધ થવાની શક્યતાઓ ઓછી છે કારણ કે અમેરિકાનો સત્તાપક્ષ અને વિરોધીઓ બન્ને ઇઝરાયેલના સમર્થક રહ્યા છે. ઈઝરાયલ દ્વારા જે હૂમલા કરવામાં આવ્યા છે તેમાં કેટલીક રહેણાંક બિલ્ડીંગ્સને ઉડાવી દેવામાં આવી છે. હમાસના આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે ઈઝરાયલ દ્વારા એર સ્ટ્રાઈક પણ કરવામાં આવી છે. અને યુદ્ધ શાંત થાય તેવા કોઈ અણસાર દેખાતા નથી.

ઇઝરાયેલે દાવો કર્યો છે કે અમે હમાસના ઉગ્રવાદીઓ જે ટનલમાં છુપાયેલા હતા તેના પર આ બોમ્બમારો કર્યો હતો જ્યારે પેલેસ્ટાઇનના સ્થાનિક મીડિયા અને અહેવાલોમાં દાવો કરાયો છે કે સામાન્ય નાગરિકોના ઘરો પર આ બોમ્બ ફેકવામાં આવ્યા જેને પગલે કેટલાકના તો આખા પરિવારના મોત નિપજ્યા છે. દસમી મેથી આ વિસ્તારમાં ઘર્ષણ જારી છે.

હાલ આ મુદ્દે યુએનમાં પણ ચર્ચા ચાલી રહી છે અને અન્ય દેશો પણ આ મુદ્દે નિવારણ આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવને શાંત કરવામાં રાજનીતિક સંબંધો પણ નડી રહ્યા હોય તેવુ વર્તાઈ રહ્યું છે.