- સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો ?
- તો હવે તમે પણ સ્માર્ટ બની જાવ
- નહીં બનો તો થઈ જશે તકલીફ
જમાનો અત્યારે સ્માર્ટફોનનો છે, મોટાભાગના લોકો અત્યારે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે પણ આ બધા લોકોમાં કેટલાક લોકો એવા પણ છે કે જેમને સ્માર્ટફોનનો ઉપયોગ કરતા આવડતું નથી અને તેના કારણે તેમને કેટલીક વાર તકલીફનો પણ સામનો કરવો પડતો હોય છે. તો હવે જે લોકોને સ્માર્ટફોનના કારણે તકલીફોનો સામનો ન કરવો હોય તે લોકોએ આ પ્રકારની આદતોને તાત્કાલિક બદલી નાખવી જોઈએ.
જાણકારી અનુસાર ફોન બ્રેકડાઉનના કિસ્સામાં રીપેરીંગ કાર્ય માટે જે-તે કંપનીના અધિકૃત સેવા કેન્દ્ર પર જાઓ. સ્થાનિક અથવા અનધિકૃત સ્ટોર પર રિપેર કરાવવાથી તમારા સ્માર્ટફોનમાં રહેલો વ્યક્તિગત ડેટા જોખમમાં આવી શકે છે.આ સિવાય તમારા ફોનમાં ખતરનાક અને અસુરક્ષિત એપ્સ પણ ઈન્સ્ટોલ થઈ શકે છે.
આ ઉપરાંત હવે સ્માર્ટફોનની સાથે તેના ઉપયોગકર્તાએ પણ સ્માર્ટ બનવાની જરૂર છે અને તેનું કારણ છે કે ફોનને હંમેશા કંપની દ્વારા આપવામાં આવેલા ચાર્જરથી જ ચાર્જ કરો. લોકલ એડેપ્ટરનો બિલકુલ ઉપયોગ કરશો નહીં, કારણ કે તે મોબાઈલને અનેક પ્રકારના જોખમમાં મૂકે છે. જો તમારું ચાર્જર બગડી ગયું છે અથવા ખોવાઈ ગયું છે, તો કંપનીના જ આઉટલેટ પાસેથી નવું ચાર્જર ખરીદો.
ફોનને સીધા સૂર્યપ્રકાશ હેઠળ પિલ્લો નીચે અથવા ગરમ જગ્યાએ ચાર્જ કરશો નહીં. આ સ્માર્ટફોનમાં ઓવરહિટીંગ થવાનું જોખમ બનાવે છે. જો ફોન વધુ ગરમ થવા લાગે તો તેમાં આગ પણ લાગી શકે છે. તેથી, તમારા ફોનને સીધા સૂર્યપ્રકાશથી બચાવો અને ગરમ જગ્યાએ ફોનનો ઉપયોગ કરવાનું ટાળો.