Site icon Revoi.in

તણાવ અને ચિંતાને દુર કરવા આયુર્વેદિક જડીબુટ્ટીઓનો કરો ઉપયોગ

Social Share

તણાવ અને ચિંતા આજકાલના જીવનમાં લોકો માટે સામાન્ય વાત બની ગઈ છે. કેટલીક સમસ્યાઓ જેવી કે આર્થિક સમસ્યાના કારણે લોકોમાં આજકાલ સતત તણાવ અને ચિંતાનો માહોલ બની રહ્યો છે. દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે પણ નોકરી કે કામમાં આર્થિક રીતે કોઈ વધારો ન મળતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો આવા સમયે તણાવ અને ચિંતાઓ  દુર કરવા માટે આયુર્વેદિક રસ્તો અપનાવો અને પોતાને કેટલીક સમસ્યાઓથી દુર રાખો.

અશ્વગંધા એક પરંપરાગત ઔષધિ છે જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. આ સિવાય છે ખાંડ કે જે બળતરા, તણાવ અને ચિંતા દૂર કરવામાં મદદ કરે છે. અશ્વગંધાના નિયમિત સેવનથી સારી ઉંઘ આવે છે. આ સાથે, તે એનર્જી આપવામાં મદદ કરે છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે જટામાંસીની તો તે તણાવ વિરોધી ઔષધિ છે. તેના મૂળમાં ઉપચારાત્મક ગુણધર્મો છે અને તણાવને દૂર રાખવામાં મદદ કરે છે. તે આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે.

તણાવ દૂર કરવા માટે બ્રાહ્મી ઔષધીનો ઉપયોગ પણ કરી શકાય છે. બ્રાહ્મી તણાવ દૂર કરીને બ્રાહ્મી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. તણાવ દૂર કરવા માટે તમે તેના તેલથી મસાજ કરી શકો છો. આ સિવાય, તે ચા અને કેપ્સ્યુલ્સના રૂપમાં પી શકાય છે.