તુલસીનો આ રીતે કરો ઉપયોગ,ત્વચા રહેશે સુંદર અને સ્વસ્થ
- તુલસીનો ઉપયોગ છે ત્વચા માટે ફાયદાકારક
- ચહેરાની ગંદકી અને અશુદ્ધિઓને કરે છે દૂર
- તુલસી આપે છે ત્વચાને ઠંડક
આજકાલ વાતાવરણમાં વધતા જતા પ્રદુષણના કારણે ચહેરાની કાળજી રાખવી અત્યંત જરૂરી બની ગયું છે. તો આ સમયમાં જો તુલસીના પાંદડાનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો ત્વચાને વધારે સારી અને સુંદર રાખી શકાય છે.
ચહેરાને સુંદર રાખવા માટે લોકો દ્વારા કેટલાક પ્રકારની કોસ્મેટિક પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને પણ આ વખતે જો તુલસીનો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો ત્વચાને સરળતાથી સારી બનાવી શકાય છે. જો કોઈ પણ વ્યક્તિની સ્કિન ઓયલી છે તો તુલસીના પાનને સુકવીને તેનો પાવડર બનાવી લો અને પછી તેમાં લીમડાના પાવડરને સમાંતર માત્રામાં ભેળવો. આ સાથે થોડું મધ પણ તેમાં ભેળવો. હવે આ તૈયાર થયેલી પેસ્ટને સરસ રીતે ચહેરા પર લગાવો. અને તેને 15થી 20 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો. આ રીતે કરવાથી તમારી સ્કીન વધારે સારી રહી શકે છે.
આ સિવાય પણ તુલસીનો જો પાવડર બનાવીને અડધી ચમચી દહી અને ચણાના લોટ સાથે તૈયાર કરીને ચહેરા પર લગાવો અને તેનો મોઈશ્ચરાઈઝર તરીકે ઉપયોગ કરો. આ પણ ત્વચા માટે ફાયદાકારક છે.
એક ચમચી તુલસીના પાન,એક ચમચી ચંદન પાઉડર અને ગુલાબજળના અમુક ટીપા નાખીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેકને ચહેરા પર લગાવીને તેને સારી રીતે સૂકાવા દો. સુકાયા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો. આ ઉપાયથી ચહેરા પરના તમામ દાગ-ધબ્બા દૂર થઈ જશે, અને ચહેરા પર ગ્લો આવી જશે.