Site icon Revoi.in

મલાઈનો આ રીતે કરો ઉપયોગ, ચહેરાને મુલાયમ, ગ્લોઈંગ અને ફ્રેશ કરવામાં છે મદદરૂપ

Social Share

ચહેરાની સુંદરતા વધારવા માટે લોકો અનેક પ્રકારના પ્રયાસ કરતા હોય છે. કેટલીક વાર લોકો કેમિકલ પ્રોડક્ટ્સ ઉપયોગ કરતા હોય છે તો કેટલાક લોકો કુદરતી ઉપાયો કરતા હોય છે. પણ જો વાત કરવામાં આવે મલાઈની તો તે પણ અનેક રીતે ઉપયોગી અને મદદરૂપ થઈ શકે તેમ છે.

મલાઈ સ્કિન માટે સૌથી સારાં અને નેચરલ મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. તેમાં રહેલાં ઓઈલી ગુણને કારણે સ્કિનનું મોઈશ્ચર લોક કરી દે છે તેનો નિયમિત ઉપયોગ કરવાથી સ્કિન ગ્લો કરે છે. થોડી મિનિટ મલાઈથી ફેસ પર મસાજ કરવાથી સ્કિનના ડેમેજ ટિશ્યૂઝ રિપેર થઈ જાય છે. જેનાથી સ્કિન હેલ્ધી બને છે. મલાઈ સ્કિન લાઈટનરનું કામ પણ કરે છે.

મલાઈમાં રહેલું લેક્ટિક એસિડ સ્કિનનું ટેનિંગ દૂર કરે છે અને કુદરતી રીતે ત્વચા ચમકાવે છે. સ્કિનને હેલ્ધી બનાવવા માટે મલાઈ ઘણી ફાયદાકારક છે.

જો વાત કરવામાં આવે કેવી રીતે બનાવવાની તો.. એક વાટકીમાં 1-1 ચમચી બેસન, હળદર, મધ, ગુલાબજળ અને મલાઈ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી ચહેરા અને ગર્દનમાં લગાવીને 15 મિનિટ પછી ધોઈ લો. સપ્તાહમાં 2 વાર આ ઉપાય કરશો તો સ્કિન ક્લિન અને ગ્લોઈંગ બનશે. ડાઘ પણ દૂર થશે.

તેના માટે અડધી ચમચી મલાઈ લઈ તેમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો. સપ્તાહમાં 2વાર આ ઉપાય કરશો તો એક્સ્ટ્રા ઓઈલ દૂર થશે અને ડાઘ, પિંપલ્સ, ફાઈન લાઈન્સ પણ દૂર થશે.