ઘણીવાર લોકો પોતાની સુંદરતા વધારવાના ઉપાયો શોધતા રહે છે.દરેક વ્યક્તિની ત્વચા અલગ હોય છે અને અલગ રીતે પ્રતિક્રિયા આપે છે.જેમ કોઈની ત્વચાને સૂર્યપ્રકાશ ગમે છે, તો સૂર્ય કોઈની ત્વચા માટે સમસ્યા ઊભી કરી શકે છે. આવા વરસાદની મોસમમાં ઘણા લોકોની ત્વચા ખૂબ જ ચીકણી થઈ જાય છે. ખાસ કરીને તૈલી ત્વચા ધરાવતા લોકોને વરસાદની ઋતુમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આ સિઝનમાં ચહેરા પર પિમ્પલ્સ અને વિવિધ વસ્તુઓ બહાર આવે છે.એમાં જો તમારે ગ્લોઈન ત્વચા જોઈતી હોય તો સલાડમાં વપરાતી કાકડીનો ઉપયોગ કરો.કારણકે કાકડીમાંથી આપણા શરીરને ભરપૂર પાણી મળે છે. તે શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. તે ચહેરાની ત્વચાને હાઈડ્રેટેડ રાખવાનું કામ કરે છે. તેનાથી ત્વચાને નેચરલ ગ્લો મળે છે. તો ચાલો જાણીએ તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ.
કાકડીના ફેસ પેક બનાવવા માટે કાકડીના ટૂકડા લો. તેમાં એલોવેરા જેલ નાંખો. તે બન્નેને સારી રીતે છીણી લો અને પેસ્ટ બનાવો. તેને ચહેરા અને ગળા પર લાગાવી 10-15 મિનિટ પછી ધોઈ નાંખો.જો ચહેરાની કરચલીઓ દૂર કરવા માંગો છો તો તમે કાકડીનો ઉપયોગ કરી શકો છો.કાકડીના ટુકડાઓને કાપી લો. 15 મિનિટ ફ્રિજમાં રાખો. તે ઠંડા કાકડીના ટૂકડાને કરચલી પર ઘસો.
તમારા ચહેરા પર કાકડીનો ઉપયોગ તમે ફેસ પેક, ફેસ માસ્ક અને કોલ્ડ પ્રેસ તરીકે કરી શકો છે. તેમાં વિટામિન કે અને સી હોય છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ , કોપર જેવા પોષક તત્વો હોય છે.આ ઉપરાંત કાકડીનું ફેસ માસ્ક બનાવવા માટે કાચી કાકડીને છીણી લો.તે કાકડીના પેસ્ટને ઓટ્સ અને મધ સાથે મેળવો. તેને સારી રીતે મિક્સ કરો. તેને 10 મિનિટ ચહેરા અને ગળા પર લગાવીને સાફ કરી લો.