તમારી મહેંદીમાં રંગ લાવવા નિલગરીના તેલનો કરો ઉપયોગ,જાણો આ સિવાય તેના ઉપયોગ તથા ફાયદા
- નિલગરીનું તેલ ત્વચા માટે બેસ્ટ ઓપ્શન
- આ સાથે જ મહેંદીમાં કલર પણ લાવે છે
આપણે ઓલીવ ઓઈલ્સ વિશે સાંભ્યું હશે જેના ઘણા ફાયદાઓ હોય છે આ સાથે જ આવા ઘણા તેલ છે જેના વિશે ઘણા ઓછા લોકો સાંભળતા હોય છે,આજે વાત કરીશું નિલગરીના તેલની જેનો ઉપયોગ આમ તો મહેંદીમાં કલર લાવવા માટે થાય છે, હાથમાં મહેંદીમાં કલર લાવવા માટે નિલગરીનું તેલ વપરાય છે.
આ સાથે જ હાથ પગના દુખાવામાં પણ આ તેલ ખૂબ કારગાર સાબિત થાય છે.નીલગિરીનું તેલ તેના છોડના પાંદડાઓમાંથી કાઢવામાં આવે છે, તેની સુગંધ ખૂબજ સરસ હોય છે, સામાન્ય રીતે તે શરદીમાં પણ ઉપયોગી હોય, પાણીમાં નિલગરીના તેલના ટીપા નાખઈને બાફ લેવાથી શરદી અને માથાનો દુખાવો મટે છે.
ઈ સીથે જ ચહેરા પર આ તેલની બાફ લેવાથી સ્કિન કોમળ બને છે.સાથે સાથે ત્વચા પણ સુંદર બને છે આવા તો તેના અનેક સારા ઉપયોગો છે.નીલગિરીના તેલમાં એન્ટી બેક્ટેરીયલ ગુણો હોય છે જે ત્વચાના દરેક સંક્રમણને દૂર કરવાનુ કામ કરે છે.
નીલગિરીનુ તેલ ત્વચાને મુલાયમ તેમજ ડાઘછી મૂક્તિ અપાવે છે,ત્વચા પર થતી કોઈ પણ પ્રકારની બળતરા આ તેલ વડે દૂર થાય છે,ફેસિયલ, બ્લીચ કે પછી બીજી કોઇ પણ પ્રકારની બ્યૂટી ટ્રિટમેન્ટ બાદ તેનુ રિએક્શન આવે અને બળતરા થવા લાગે તો તમે નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકો છો