હેલ્ધી વાળ માટે અળસીના હેર જેલનો કરો ઉપયોગ, જાણો તેને બનાવવાની રીત
- અળસીના હેર જેલનો કરો ઉપયોગ
- હેલ્ધી વાળ માટે ફાયદાકારક
- જાણો તેને બનાવવાની રીત
અળસીના બીજ તેના વિવિધ સ્વાસ્થ્ય લાભો માટે જાણીતા છે.ઘણા પ્રકારના વ્યંજનોમાં તેને સામેલ કરવામાં આવે છે જેમ કે,સ્મુધિ અને સલાડ વગેરે.પરંતુ શું તમે જાણો છો કે,તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. તમે વાળની સંભાળ માટે અળસીના બીજનો ઉપયોગ કરી શકો છો.
તમે આ બીજમાંથી જેલ તૈયાર કરી શકો છો. આ તમારા વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરશે.તો આવો જાણીએ તેને ઘરે કેવી રીતે બનાવી શકાય.
ઘરે આ રીતે બનાવો અળસીનું હેર જેલ
અળસીનું હેર જેલ બનાવવા માટે તમારે 4 ઘટકોની જરૂર પડશે. તેમાં 4 ચમચી અળસી, 1 ચમચી એલોવેરા જેલ, 2 વિટામિન ઇ કેપ્સ્યુલ્સ અને 2 ચમચી બદામ તેલ સામેલ છે. સૌપ્રથમ 2 કપ પાણીને ઉકળવા દો અને તેમાં અળસી નાંખો.તેને ત્યાં સુધી ઉકાળો જ્યાર સુધી પાણી ઘટ્ટ ન થાય.
ગેસ બંધ કરો અને જેલી જેવા અવશેષોને ચાળણી અથવા મલમલના કપડા વડે ગાળી લો. જ્યારે મિશ્રણ ઠંડુ થાય છે, ત્યારે તેમાં એલોવેરા જેલ, વિટામિન ઇ કેપ્સ્યુલ્સ અને બદામનું તેલ ઉમેરો. તેને સારી રીતે બીટ કરો જેથી તે જેલ જેવું થઈ જાય. ઠંડા તાપમાને જારમાં સ્ટોર કરો.તેને તમારા વાળમાં લગાવો અને મસાજ કરો. તેને થોડીવાર માટે રહેવા દો. ત્યાર બાદ વાળ ધોઈ લો.