Site icon Revoi.in

ચોમાસાની ઋતુમાં વાળને સુંદર રાખવા માટે ઘીનો ઉપયોગ કરો, જાણો ફાયદા

Social Share

ચોમાસાની ઋતુમાં તમારા વાળ પણ શુષ્ક અને નિર્જિવ થવા લાગ્યા હોય તો તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. તો વાળને હેલ્ધી રાખવા માટે વરદાનથી ઓછું નથી. ચોમાસાની ઋતુમાં મોટા ભાગના લોકોના વાળ શુષ્ક અને નિર્જિવ થઈ જાય છે. એવામાં કેટલાક લોકો પરેશાન રહેતા હોય છે.

જો તમે ચોમાસાની ઋતુમાં તમારા વાળને હેલ્ધી રાખવા માંગો છો તો ઘી નો ઉપયોગ કરી શકો છો. સૌ પ્રથમ તમે ઘીને બે થી ત્રણ કલાક તમે તમારા વાળ અને માથાની ચામડી પર લગાવો. તેના પછી શેમ્પુની મદદથી વાળ ધોઈ લો.

રાત્રે સુતા પહેલા ઘીને વાળની લંબાઈ પર લગાવો અને બીજા દિવસે શેમ્પુથી ધોઈ લો. ઘી વાળને ભેજ પ્રદાન કરે છે, મજબૂત બનાવે છે અને પ્રદૂષણથી બચાવે છે. જો તમારી સ્કિન ઓઈલી છે તો તમે વધારે ઘી નો ઉપયોગ ના કરો.

ધ્યાન રાખો જ્યારે પણ ઘી લગાવો ત્યારે તેને થોડું ગરમ કરો. તેના પછી જ ઘી લગાવો. ઘી લગાવતા પહેલા પૈચ ટેસ્ટ જરૂર કરો.
#HairCare #MonsoonTips #GheeForHair #HealthyHair #NaturalHairCare #HairMoisturizer #BeautyTips #HairTreatment #MonsoonHairCare #DIYHairCare