લીલી હળદરનો કરો આ રીતે ઉપયોગ,ચહેરાની ચમકને લાવશે પરત
- લીલી હળદરનો કરો ઉપયોગ
- શિયાળામાં ચહેરા પર લાવશે ચમક
- આ રીતે બનાવો હળદરનો લેપ
શિયાળામાં જે લોકોની ત્વચા રૂખી સુખી થઈ જતી હોય છે તે લોકોએ લીલી હળદરનો ઉપયોગ કરવો જોઈએ. આવામાં એક જાણકારી એવી પણ છે કે શિયાળામાં કાચી હળદરનું સેવન ગુણકારી છે. કાચી હળદરને દૂધમાં ઉકાળી, જ્યુસમાં ભેળવી, ભાત તેમજ અન્ય વાનગીઓમાં ઉમેરી,ચટણી,સૂપ તેમજ તેનું અથાણું બનાવીને પણ ખાઇ શકાય છે.
કાચી હળદરમાં ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત કરવાનો ગુણ હોય છે. તેથી જ તે ડાયાબિટીસના દરદીઓ માટે લાભદાયક છે. ઇન્સ્યુલિન ઉપરાંત તે ગ્લૂકોઝને નિયંત્રણમાં લાવે છે. જોકે કાચી હળદરનો ઉપયોગ કરતા પહેલા તબીબની સલાહ લેવી.
સંશોધનથી સાબિત થયું છે કે,કાચી હળદરમાં લિપોપોલીસેચ્ચારાઇડ નામનું તત્વ હોય છે. આ તત્વ શરીરમાંની ઇન્યુન સિસ્ટમને મજબૂત કરે છે. ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સરના કેન્સર સેલ્સને રોકવાની સાથેસાથે આ સેલ્સનો નાશ પણકરે છે. કાચી હળદરના સેવનથી હાનિકારક રેડિએશનનના સંપંર્કમાં આવવાના કારણે થતી ટયૂમરથી પણ બચાવ કરી શકાય છે.
હળદરનો ઉપયોગ ત્વચાને ચમકીલી અને સ્વસ્થ રાખવા માટે પણ કરવામાં આવે છે. તેમાં એન્ટી સેપ્ટિક ગુણ હોવાને કારણે ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પૂર્વે પૂરા શરીરે હળદરનું ઉબટન લગાડવામાં આવે છે. હળદરમાં વજન ઘટાડવાનો ગુણ છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી વજન વધવાની ગતિ ધીમી પડી જાય છે. સંશોધનથી સાબિત થયું છે કે, હળદર લીવરને પણ સ્વસ્થ રાખે છે. તેના સેવનથી હળદર સુચારુ તરીકે કામ કરે છે.