વાળમાં કલરનો ઉપયોગ કરો છો ? તો આ રીતે રાખો સંભાળ,નહીં તો બધા વાળ થઇ જશે ખરાબ
- વાળમાં કલરનો કરો છો ઉપયોગ ?
- તો આ રીતે રાખો સંભાળ
- નહીં તો બધા વાળ થઇ જશે ખરાબ
જો તમે તમારા વાળમાં કલર કરો છો, તો તમારે વાળની ખૂબ કાળજી લેવાની જરૂર છે કારણ કે કલરમાં ઘણા પ્રકારનાં કેમિકલ્સ મળી આવે છે. એવામાં કલરની અસર તમારા વાળ ઉપર પણ પડે છે અને વાળ પહેલા કરતા વધારે સફેદ થાય છે. આ નુકશાનથી બચવા માટે તમારે એ જાણવું જરૂરી છે કે,કલરનો ઉપયોગ કર્યા પછી વાળની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ.
હેર કલીન્ઝર અને કંડીશનરમાં રહેલ કઠોર સલ્ફેટ તમારા વાળને તેના ભેજમાંથી છીનવી લે છે, જેનાથી તે ડ્રાય થઇ જાય છે અને તૂટી જાય છે.આ સાથે વાળનો કલર પણ ફિક્કો પડવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે સલ્ફેટ ફ્રી શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ.
શિયાળાની ઋતુમાં લોકો હંમેશાં ગરમ પાણીથી વાળ ધોતા હોય છે. પરંતુ ગરમ પાણી વાળને ડ્રાય કરે છે. બીજી બાજુ, જો તમે તમારા વાળમાં કલરનો ઉપયોગ કરો છો, તો તમારા વાળ પર પહેલેથી જ કલરની આડઅસર થાય છે.એવામાં, ગરમ પાણીથી વાળને કંડીશનર કરવાથી સ્થિતિ વધુ ખરાબ થાય છે. તેથી, પાણીના યોગ્ય તાપમાનની સંપૂર્ણ કાળજી લો. વાળ ધોવા માટે હંમેશાં સામાન્ય પાણીનો ઉપયોગ કરો.
જો તમે વધારે પડતા વાળ ધોશો તો પણ તમારા વાળ બગડી જાય છે. તેથી તમારા વાળને શક્ય તેટલું ઓછું ધુઓ. વાળને ખૂબ ઝડપથી ધોવાથી નેચરલ ઓયલ દૂર થાય છે.એવામાં વાળને અઠવાડિયામાં બે વારથી વધુ ન ધોવા જોઈએ અને જ્યારે પણ તમે ધોશો ત્યારે વાળમાં ઓયલીંગ જરૂરથી કરો.