Site icon Revoi.in

ઉનાળાની ગરમીમાં આઈસક્યૂબનો કરો આટલી રીતે ઉપયોગ, બરફ ત્વચા પણ બનાવે છે સુંદર

Social Share

બરફ એટલે ઉનાળામાં સૌથી વધુ યાદ આવતી વસ્તુ, ઠંડા પીણામાં બરફ ના હોય તો પીણાની મજા ફીકી પડે છે, જો કે તમને જણાવી દઈએ કે બરફ માત્ર ખાવા માટેજ નહી તેના બીજા ઘણા ઉપયોગ માટે પણ જાણીતો છે, બરફથી ઘણી બીમારીઓમાં રાહત મળી શકે છે.આ સાથે જ તમારી ત્વચા માટે પણ બરફ બેસ્ટ ઓપ્શન છે.

જો કઈ વાગ્યું હોય ત્યારે દુખાવા પર પણ બરફ ઘસવામાં આવે છે જેથી સોજો મટે છે.વાગવાથી લઈને ચહેરાની સુંદરતાને બરકરાર રાખવા માટે આ બરફનો ખાસ ઉપયોગ કરવામાં આવતો હોય છે, આપણે બરફ માત્ર ઠંડા પીણામાં જ ઉપયોગ કરી શકીએ તેવું નથી,તેના બીજા ઘણા ઉપયોગ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે.

શરીરના કોઈ પણ ભાગમાં ઈજા થાય છે અને તે ભાગમાં સોજો આવી જાય છે ત્યારે બરફને એક કટકામાં લપેટીને સોજા પર ઘસવાથી સોજો ઓછો થાય છે જ્યા વાગ્યું હોય ત્યા બરફ ઘસવાથી દુઃખાવામાં પણ રાહત થાય છે.

વધુ પડતી ગરમીમાં ચહેરા પર આઈસ ક્યુબ ઘસવાથી ચહેરાથી ઓઈલ દૂર થશે અને સ્કીન ગ્લો કરશે.બીજી તરફ જ્યારે જ્યારે માથામાં દુખાવો થતો હોય ત્યારે બરફના ટુકડા ને રૂમાલમાં લપેટીને માથા પર રાખવો દુખાવામાં રાહત થશે

આ સાથે જ જો બરફ સાથે સુંદરતાને જોડવામાં આવે તો મેકઅપ કરતી વખતે પહેલા ચહેરા પર બરફ ધસવામાં આવે તો મેકઅપ લાંબા સમય સુઘી ચહેરા પર ટકી રહે છે.જ્યારે પણ મેકઅપ રીમૂવ કરો અને ચહેરો ખરાબ થવાનો ડર રહે છે ત્યારે પણ બરફ ચહેરા પર ઘસવાથી તે ચહેરાને નુકશાનથી બચાવે છે.

બીજી તરફ દજે લોકોને ગઠીયા વા ના દુખાવામાં દુખાવો થતો હોય તે જગ્યા પર બરફનો ટુકડો થોડી વાર રાખવો અને ફરી લઈ લેવો આમ 4 થી 5 કરવાથી દુખાવામાં રાહત થશે.