- કલોંજી ખાવાથી અનેર બીમારીમાં મળે છે રાહત
- ડાયાબિટિઝના દર્દીઓ માટે કલોંજી ખૂબ ફાયદાકારક
સામન્ય રીતે કિચનમાં વાપરવામાં આવતી ઘણી એવી વસ્તુઓ એટલે કે મરી મસાલા કે તેજાનાઓ હોય છે જે નાની મોટી બીમારીમાં ઉપયોગમાં લેવાય છે, તેમાં એક છે કલોંજી. જે ઘણી બઘી વાનગીઓમાં વપરાશમાં લેવાતી વસ્તુ છે,જે દેખાવમાં તલ જેવી અને કાળા કલરની હોય છે, કંલોજીના સેવનથી અનેક બીમારીમાં રાહત મળે છે, ખઆસ કરીને સુગરના દર્દીઓ માટે કંલોજી રામબાણ ઈલાજ ગણાય છે.
જાણો કંલોજીના ઉપયોગ અને ફાયદાઓ
- ડાયાબિટીસમાં અને એસિડિટીના દર્દી હોવ તો , તમારે સવારે દરરોજ નવશેકું પાણી સાથે એક ચમચી કલોંજીનું સેવન કરવું જોઈએ.
- કલોંજીના ઉપયોગથી ચામડી સંબંધિત ઘણી સમસ્યાઓમાં પણ રાહત મળે છે, ત્વચા પર થતા ખીલની સમસ્યાઓથી છુટકારો મળે છે.
- કલોંજીનું સેવન કરવાથી યાદ શક્તિમાં વધારો થાય છે અને યાદશક્તિ ઝડપી બને છે.
- કંલોજી ગર્ભાવસ્થામાં ન ખાવી જોઈએ કારણ કે તેની તાસિર ગરમ હોય છે.
- કલોંજીમાં પૂરતા પ્રમાણમાં એન્ટી-ઓક્સીડન્ટ્સ હોય છે, જે કેન્સર જેવી બીમારી સામે લડવામાં મદદગાર સાબિત થાય છે.
- એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર કલોંજી વજન ઉતારવામાં દવા તરીકેનું કામ કરે છે. કલોંજીના ઔષધીય ગુણો વાળથી લઈને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભકારી છે.
- કલોંજીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો થાય છે.
- દરરોજ એક ચમચી કલોંજીના તેલને એક ગ્લાસ દ્વાક્ષના રસ સાથે મિક્સ કરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.