આટલી સરળ રીતે બની જશે ગોળ અને લીંબુનું ડિટોક્સ વોટર, શરીર માટે છે અનેક રીતે ફાયદાકારક
- શરીરને આ રીતે રાખો સ્વસ્થ અને તંદુરસ્ત
- ગોળને લીંબુનું ડિટોક્સ વોટર છે ફાયદાકારક
- શરીરને શુદ્ધ રાખવામાં છે મદદરૂપ
શરીરની માવજત અને કાળજી રાખો એટલી ઓછી છે, શરીરને તંદુરસ્ત રાખવા માટે પૌષ્ટિક આહાર લેવો અત્યંત જરૂરી છે. આવામાં ગોળ અને લીંબુનું ડિટોક્સ વોટર પણ એટલું જ જરૂરી છે જેટલો અન્ય ખોરાક, વાત એવી છે કે આ વોટર મુક્ત રેડિકલને દૂર કરીને શરીરને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તેથી જ તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તમે ઘરે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને સરળતાથી આ ડિટોક્સ વોટર (Detox Water) બનાવી શકો છો.
ગોળમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, મિનરલ્સ, સેલેનિયમ, મેંગેનીઝ, કોપર અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. તે ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આનાથી શરદી અને ફ્લૂની સમસ્યામાં પણ મદદ કરે છે. ગોળમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરીરને મુક્ત રેડિકલથી બચાવવામાં મદદ કરે છે.
ગોળ પાચન સુધારવામાં મદદ કરે છે, શરીરને સાફ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેથી, ગોળ અને લીંબુ પાણીનું મિશ્રણ અદ્ભુત છે. જો શરીરમાં એનિમિયા અથવા લોહીની ઉણપ હોય તો તમે ગોળનું સેવન કરી શકો છો. તે લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. ગોળ ખાવાથી આંતરડા મજબૂત બને છે. તે શરીરનું તાપમાન પણ યોગ્ય રાખે છે.
આને બનાવવા માટેની રીત પણ સરળ છે. આ માટે થોડો ગોળ લો. અને તેને ઉકાળો. આ ગરમ પાણીને હવે ગાળી લો.
તેને સામાન્ય તાપમાને ઠંડુ થવા દો. 1 મોટી ચમચી લીંબુ પાણીમાં ઉમેરો. તેને મિક્સ કરીને તેનું સેવન કરો.