Site icon Revoi.in

EDUCATION: મોબાઈલ બાળકોના ભણતરને કેવી રીતે અસર કરે છે? જાણો

Social Share

આજના સમયમાં કેટલાક માતા પિતા એવું સમજતા હોય છે કે જે બાળકને મોબાઈલ વાપરતા આવડતો હોય તે હોશિયાર બાળક કહેવાય, અને આ પ્રકારની નાસમજના કારણે માતા પિતા બાળકોના હાથમાં નાની ઉંમરમાં મોબાઈલ આપી દેતા હોય છે. ક્યારેક તો માતા પિતા પણ બાળકના મોબાઈલ વાપરવા પર ગર્વ લેતા હોય છે પરંતુ અજાણતા તેઓ ખુબ મોટી ભૂલ કરતા હોય છે.

શિક્ષણ સલાહકારના કહેવા પ્રમાણે જ્યારે બાળકને મોબાઈલ આપવામાં આવે છે ત્યારે તે માત્ર તેનો ઉપયોગ ભણવા માટે કરે છે કે નહીં તેના વિશે મોટા ભાગના માતા-પિતાને ખબર હોતી નથી. સોશિયલ મીડિયા પર એવા પ્રકારની જાહેરાત અને માહિતી આવતી હોય છે જે બાળકના ભણતર પર ખોટી અસર કરતી હોય છે અને બાળકનું મન ભણવામાં લાગતું નથી.

એજ્યુકેશન એક્સપર્ટ એમ પણ કહે છે કે બાળક જ્યારે ભણતો હોય ત્યારે તેના મનમાં એક ગોલ હોવો જોઈએ કે તેને ડોક્ટર, એન્જિનિયર કે જે ફિલ્ડ પસંદ છે તેમાં પોતાનું ભવિષ્ય બનાવવાનું છે પરંતુ જ્યારે બાળકોને રૂપિયા કમાવવાના શોર્ટકર્ટ્સ મોબાઈલ પર મળવા લાગે ત્યારે તેમનું ભણતરમાંથી ધ્યાન ભંગ થાય છે અને ભણવામાં તેમનું બેસ્ટ આપી શકતા નથી.

ઉલ્લેખનીય છે કે નાની ઉંમરમાં બાળકોને મોબાઈલ આપી દેવાથી તેમની યાદશક્તિ, આંખો, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને કેટલીક અન્ય અસર પણ થાય છે જે તેમના ભવિષ્યને જોખમમાં મુકી શકે છે તેથી જાણકારોનું કહેવું છે કે બાળકોને બિનજરૂરી વસ્તુઓની આદત પાડવી જોઈએ નહીં.