Site icon Revoi.in

ઠંડીની સિઝનમાં સ્કિન પર સાબૂનો યૂઝ નુકશાનકારક, ત્વચા પર સાબૂના બદલે આ વસ્તુઓના કરો યૂઝ,સ્કિન બનશે કોમળ

Social Share

 

શિયાળામાં આપણી સ્કિન ફાટી જાય છે અને કરુસ્ક ત્વચાના કારણે  આપણી સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે ચહેરો સાફ કરવા માટે આપણે જે ખાસ સાબુ કે પછી ફેસવોશ કે પછી ફેસ ક્લિન્ઝર યુઝ કરતા હોઈ છીએ જો કે ઠંડીની સિઝનમાં સાબૂ અને ફએશવોશનો ઉપયોગ નહિવત કરવો હિતાવહ છે નહી તો ચામનડી વધુ કોરી બને છે અને તે ફાટવા લાગે છે જો તમે ઈચ્છઓ તો ચહેરા પર કુદરતી વસ્તુઓ અપ્લાય કરીને સ્કિન પર ગ્લો લાવી શકો છો.

આ વસ્તુઓના ત્વચા પર કરો ઉપગોય

દૂધ –દૂધના ઉપયોગ વડે તમારી ત્વચા પરના મૃત કોષોને દૂક કરી શકો છો. તેના માટે તમારે ફેટ ફ્રી કે લો ફેટ મિલ્ક ન વાપરવું પણ ફુલ ફેટ દૂધ વાપરવું જોઈએ. તે એટલા માટે કારણ કે ફૂલ ફેટ દૂધમાં પ્રોટીન અને મોઇશ્ચરાઇઝર વધારે હોય છે જે તમારી ત્વચાને ખૂબ લાભ પહોંચાડે છે.દૂધનો પ્રયોગ કરવા માટે તમારે તમારી હથેળીમાં થોડું દૂધ લેવાનું છે અને તેનાથી તમારા ચહેરા પર હળવા હાથે મસાજ કરવાનું છે.તમે ઈચ્છો તો દૂધમાં હરદળ અને બેસન પણ મિક્સ કરી શકો.

મધઃ- મધથી ત્વચા સ્મૂથ બને છે ,મઘ અને લીંબૂ તમને ઘણી બધી રીતે મદદ કરે છે. તે એક ઉત્તમ ડીટોક્સીફાઇંગ અને વેઇટ લોસ ફૂડ છે.આ સાથે જ જે લોકોની ઓઈલી હોય તેમની ત્વચા લીંબૂથી સાફ કરવાથી ખૂબ જ સ્વચ્છ થઈ જાય છે. આજ રીતે જો મધમાં લીબુંનો રસ નાખીને આ મુશ્રણથી સ્કિન સાફ કરો,મધ તમારી ત્વાચને કૂદરતી રીતે સ્વચ્છ કરે છે અને મોઇશ્ચરાઇઝ પણ કરે છે.

ઓલિવ તેલ – ઓલીવ ઓઇલ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે અને તમારી ત્વચા પરના મૃત કોષોને દૂર કરશે. પણ જો તમારી ત્વચા ઓઈલી હોય તો તમારે આ તેલ ન વાપરવું જોઈએ તેના બદલે બેસનનો ઉપયોગ દૂધ સાથે કરી શકો

એલોવેરા પલ્પઃ– ફ્રેસ એલોવેરામાંથી જેલ કાઢીને ત્વચા પર લગાવવું જેના પલ્પનો હળવાશથી મસાજ કરવો. ચહેરા ઉપરાંત તમે તમારા શરીર પર પણ તેનાથી મસાજ કરી શકો છો. ત્યાર બાદ ચહેરો ધોઈ લેવો. તમારી ત્વચા તમને ખૂબ જ સ્મૂધ અને સોફ્ટ લાગશે.