Site icon Revoi.in

દેશમાં પ્રથમ વખત ખાસ પાવરનો ઉપયોગ – ભારત વિરોધી 20 યુ-ટ્યૂબ ચેનલ પર રાતોરાત પ્રતિબંધ

Social Share

 

દિલ્હીઃ- દેશમાં જ્યારથી કેન્દ્રની સરકારમાં મોદી સરકાર આવી છે ત્યારથી ઘણા દેશહીતના નિર્ણયો ટૂંક સમયમાં લેવામાં આવી રહ્યા છે, જે  વસ્તુ દેશના હિતમાં છે તેને પ્રાધાન્ય આપવમાં આવી રહ્યું છે ત્યારે ફરી એક વખતે દેશની સરકારે દેશના હિતમાં કંઈક આવોજ રાતોરાત નિર્ણય લીધો છે.

હવે આજ  શ્રેણીમાં ભારત સરકારે સોમવારે દેશ વિરોધી પ્રચાર ફેલાવતી 20 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. IT એક્ટમાં તાજેતરમાં સામેલ કરાયેલી માર્ગદર્શિકાના આધારે પ્રથમ વખત તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ યુટ્યુબ ચેનલો સાથે, 2 વેબસાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચેનલો અને વેબસાઈટ કથિત રીતે પાકિસ્તાનથી સંચાલિત હતી અને દેશમાં ભારત વિરોધી પ્રચાર ફેલાવે છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ આ સામગ્રીને તાત્કાલિક અસરથી બ્લોક કરવા માટે YouTube અને ટેલિકોમ વિભાગને પત્ર લખ્યો છે, કારણ કે તે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને અસર કરે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રચાર પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ દ્વારા ફેલાવવામાં આવી રહ્યો હતો. તેમણે કહ્યું કે તેમની વચ્ચે ‘નયા પાકિસ્તાન’ નામની એક યુટ્યુબ ચેનલ હતી, જેના યુટ્યુબ પર 20 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ હતા. આ ચેનલ કાશ્મીર, કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ અને અયોધ્યા જેવા મુદ્દાઓ પર “જૂઠી ખબરો” ફેલાવી રહી હતી.

સુરક્ષા એજન્સીઓએ પહેલા આ સામગ્રી વિશે માહિતી આપી, ત્યારબાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયે તપાસ કરી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ પ્રથમ વખત છે કે જ્યારે IT નિયમો, 2021 હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ ભારત વિરોધી પ્રચાર કરતી વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવા માટે કરવામાં આવ્યો છે.