વિશ્વભરમાં આરોગ્ય સેવાઓ પુરી પાડવા ટેકનોલોજીનો ઉપયોગ જરૂરીઃ ડો.માંડવિયા
નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાના બાલીમાં G-20 દેશોની બેઠક મળી હતી. તેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ બીજી બેઠકના સમાપન સત્રને સંબોધન કર્યુ હતુ. સંબોધનમાં ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે ‘ભારત ઈન્ડોનેશિયા પાસેથી G-20ની બાગડોર સંભાળવા જઈ રહ્યું છે. તેથી, અમે ઇન્ડોનેશિયા, ઇટાલી, સાઉદી અરેબિયા અને અન્ય G-20 અધ્યક્ષો દ્વારા અગાઉથી કરવામાં આવેલી પહેલ અને પ્રયાસોની ગતિને આગળ વધારવા માંગીએ છીએ. વૈશ્વિક સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવા અને વિશ્વભરમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ એ હાલના સમયની જરૂરિયાત છે.’
G-20 નું પ્રમુખપદ દર વર્ષે તેના સભ્યોમાં ફરે છે, જે દેશ પ્રમુખપદ ધરાવે છે તે તેના પુરોગામી અને અનુગામી સાથે મળીને કામ કરે છે, જેને ટ્રોઇકા તરીકે પણ ઓળખવામાં આવે છે. એજન્ડાની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે. હાલમાં ઇટાલી, ઇન્ડોનેશિયા અને ભારત ટ્રોઇકા દેશો છે. દરેક ચક્રમાં G-20 કાર્યનું સભ્યોની પ્રતિબદ્ધતાઓ અને ભવિષ્ય માટેના દ્રષ્ટિકોણને વ્યક્ત કરે છે.
કોરોના પછીના સમયના પડકારો અને સામૂહિક પગલાંની જરૂરિયાતને સમજીને, ઇન્ડોનેશિયા G-20ના મુખ્ય ત્રણ મુદ્દા હતા: ગ્લોબલ હેલ્થ આર્કિટેક્ચર, સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. ભારતે વિશ્વસનીય વૈશ્વિક ડિજિટલ હેલ્થ નેટવર્ક્સ સ્થાપિત કરવા માટે G-20 સભ્ય દેશોની અંદર મજબૂત સહયોગ માટે પણ સમર્થન આપ્યું હતું.