1. Home
  2. ગુજરાતી
  3. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ નવો ફેરફાર
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ નવો ફેરફાર

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ નવો ફેરફાર

0
Social Share

ટેક્નોલોજીની દુનિયામાં અનેક પ્રકારના ફેરફાર તો આવતા જ રહેતા હોય છે. ક્યારેક લોકોને તે પસંદ આવે છે તો ક્યારેક લોકોને તે પસંદ નથી આવતા, આવામાં જ એક ફેરફાર વધુ થયો છે જે લોકોને વધારે પસંદ આવશે.

ટેક્નોલોજીની દુનિયામાં એવુ કહેવાય કે તે જેટલી નવી આવે એટલી ઓછી, કારણ કે વોટ્સએપમાં હવે એવું ફીચર લાવવામાં આવી રહ્યું છે કે જેમાં યુઝર્સ નક્કી કરશે કે તે કોને પોતાનો પ્રોફાઈલ ફોટો બતાવવા માગે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર અત્યાર સુધી WhatsApp પર તમને પ્રોફાઇલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ માટે ત્રણ વિકલ્પો મળતા હતા. પ્રાયવસી સેટિંગમાં, તમે આ સુવિધાઓ માટે અત્યાર સુધી ફક્ત Everyone, My Contacts અને Nobody ના વિકલ્પનો ઉપયોગ કરી શકતા હતા.

એપ્લિકેશને આ યાદીમાં ચોથો વિકલ્પનો પણ ઉમેર્યો છે, જે છે My Contacts Except. એટલે કે, હવે વપરાશકર્તાઓ તેમના પ્રોફાઇલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ વિશે કોણ જોઈ શકે છે તે બાબત વોટ્સએપ યુઝર્સના નિયંત્રણમાં રહેશે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે.

એન્ડ્રોઇડ યુઝર છો, તો તમારે આ ફીચરનો ઉપયોગ કરવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવાનું રહેશે. અહીં તમારે વધુ More options > Settings > Account > Privacy પર જવું પડશે. હવે તમને પ્રોફાઈલ ફોટોથી લઈને લાસ્ટ સીન સુધી ફીચર માટે ચાર વિકલ્પો મળશે.

બીજી બાજુ, જો તમે iOS વપરાશકર્તા છો, તો Settings > Account > Privacy પર જવું પડશે. આ પછી તમને પ્રોફાઇલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન્સ મળશે. અહીંથી તમે નક્કી કરી શકો છો કે તમારો પ્રોફાઇલ ફોટો કોણ કોણ જોઈ શકે છે?

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code