- એલચી,મરી સ્વાસ્થ્ય માટે ગુણકારી
- કેટલાક મસાલાઓ શરીરને રાખે છે તંદુરસ્ત
- અજમાથી શરદીમાં મળે છે રાહત
શિયાળામાં ગરમ વસ્તુઓ ખાવામાં આવે છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આપણા રસોડામાં વપરાતા મસાલાઓ માત્ર વાનગીઓનો સ્વાદ વધારતા નથી, પરંતુ તેમાં રહેલા ઔષધીય ગુણો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા મસાલાઓમાં એવા ગુણધર્મો પણ જોવા મળ્યા છે જે ઘણા ગંભીર રોગોનું જોખમ ઘટાડવાની ક્ષમતા ધરાવે છે.
જાણો એવા કેટલાક મસાલા જેનું સેવન ફાયદાકારક
શ્રી રામચંદ્ર યુનિવર્સિટી, ચેન્નાઈના હર્બલ એન્ડ ઈન્ડિયન મેડિસિન રિસર્ચ લેબોરેટરી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ એક અભ્યાસ સૂચવે છે કે ભારતીય મસાલા હૃદય તેમજ શરીરના અન્ય ઘણા અંગો માટે અત્યંત ફાયદાકારક હોઈ શકે છે.આ બાબતે કરાયેલા સંશોધન પેપરમાં ખુલાસો કરવામાં આવ્યો છે. સંશોધકોએ શોધી કા્યું છે કે ભારતીય મસાલા એ કુદરતની ભેટ છે, જ્યારે યોગ્ય માત્રામાં તેનું સેવન કરવામાં આવે છે, ખાસ કરીને હૃદય માટે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે.
લસણ – અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘણા મસાલા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, લસણ તેમાંથી એક છે.લસણ હૃદય રોગના પરિબળોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. લસણનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ છે, જે હૃદયરોગનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સિવાય લસણ બ્લડ પ્રેશર ઘટાડે છે અને એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધારે છે.
એલચી- એલચી શરદી કફ જેવી બિમારીઓ રાહત આપવાનું કાર્ય કરે છે
અજમોઃ- અજમાના પાણીનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થવાની સાથે સાથે ગળાના દુખાવામાં રાહત તથા શરદીમાં પણ રાહત મળે છે,
સૂંઠ – સાંઘાના વા ની દુખાવાની ફરીયાદમાં સૂંઠનું સેવન કરવુ જોઈએ, તેના સેવનથી દુખાવામાં રાહત થાય છે આ સાથે જ ઠંડીથી રક્ષણ મળે છએ
હળદર – હળદરના સેવનને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માને છે. હળદરમાં મળતા બળતરા વિરોધી ગુણધર્મોને કારણે, તેનો ઉપયોગ વર્ષોથી પેટના દુખાવા, દાંતના દુખાવા, છાતીમાં દુખાવો અને માસિકની તકલીફો માટે કરવામાં આવે છે.
મરી – કાળા મરી પ્રભાવશાળી એન્ટીઓકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે, જે પાચન અને વજન ઘટાડવામાં મદદ કરે છે. કાળા મરી વેનેડિયમથી સમૃદ્ધ હોવાથી મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (હાર્ટ એટેક) માંથી પુનઃપ્રાપ્તિમાં મદદ કરી શકે છે. તાવ અને શરદી માટે ઘરેલું ઉપાય તરીકે વર્ષોથી કાળા મરીની ભલામણ કરવામાં આવી છે.