શિયાળામાં બોડિલોશન અને ક્રિમ તરીકે આટલી કુદરતી વસ્તુઓનો કરો ઉપયોગગ, ત્વચાને નહી થાય નુકશાન
- શિયાળામાં નેચરલ લોશનનો કરો યૂઝ
- ત્વચા બનશે કોમળ અને ચમકદાર
શિયાળાની સિઝનમાં આપણા ચહેરા અને હાથપગની સ્કિન ખૂબ જ ડ્રાય બની જતી હોય છે આવી સ્થિતિમાં આપણે બહારની મોંધી પ્રો઼ક્ટનો ઉપયોગ કરતા હોય છે.જો કે આ બહાર માર્કેટના બોડીલોશ અને વેસેલિન વધુ વાપરવાથી સ્કિન સારી થવાને બદલે ખરાબ પમ થી શકે છે જેથી કરીને બને ત્યા સુધી કુદરતી વસ્તુઓ યૂઝ કરવાથી સ્કિન કોમળ બને છે અને નુકશાન પણ સ્કિનને નહી થાય.
મધઃ-ત્વચાની સંભાળમાં મધનો ઉપયોગ ત્વચાની ભેજ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આ સ્થિતિમાં, ચહેરા પર 1 ચમચી મધ લગાવો અને 2-3 મિનિટ સુધી મસાજ કરો. ત્યાર બાદ 10 મિનિટ પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.સ્કિન કોમળ બનશે
ઓલિવ ઓઈલઃ- એન્ટી ઓક્સિડેન્ટ તત્વોથી ભરપૂર ઓલિવ ઓઈલ ત્વચાની ભેજ જાળવવા તેમજ કરચલીઓ અને ફાઈન લાઈન્સ પર અસરકારક છે. આ સ્થિતિમાં, દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર ઓલિવ તેલથી માલિશ કરો.
દહીંઃ-શિયાળામાં ત્વચાની શુષ્ક કોષોથી છુટકારો મેળવવા માટે દહીંનો ફેસ માસ્ક લગાવવો એ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે., ચહેરા પર 1 ચમચી દહીં લગાવો અને 15-20 મિનિટ પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આમ કરવાથી ચહેરા પર મોશ્વરાઈઝરનું કામ થશે.
બદામનું તેલઃ-બદામનું તેલ વિટામિન Eનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે શિયાળામાં ચહેરો ધોતા પહેલા અથવા સ્નાન કરતા પહેલા બદામનું તેલ લગાવી શકો છો.જે સ્કિનને સોફ્ટ કરવાનું કામ કરે છે.