જો તમે પણ આરઓથી નીકળેલ વેસ્ટ પાણીનો નીકાલ કરો છો તો તમે આ પાણીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરી શકો છો. આરઓમાંથી નીકળતું ગંદુ પાણીનો મોટા ભાગે લોકો ફેંકી દે છે અથવા ગટરમાં નીકાલ કરે છે.
હવે તમે આરઓથી નીકળતા ગંદા પાણીનો તમે ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકો છો. જો તમે રેગ્યુલર કાર ધોવો છો તો તમે આરઓનું નીકળતુ વેસ્ટ પાણીનો ઉપયોગ કરી શકો છો. જો તમે રેગ્યુલર બાથરૂમ ધોવો છો અથવા પોતુ કરો છો તો આરઓનું વેસ્ટ પાણીનો ઉપયોગ કરી શકો છો.
એટલું જ નહીં તમે છોડવાને પણ આરઓનું વેસ્ટ પાણી આપી શકો છો. તમે વેસ્ટ પાણીથી ગંદી જગ્યાને સાફ કરી શકો છો. આ પાણીને વરસાદની સીઝનમાં ઘરના આંગણને ધોવા માટે પણ ઉપયોગી થશે.