- સ્ટાઇલિશ દેખાવા માંગો છો ?
- આ ટ્રેન્ડી હેન્ડબેગ્સનો કરો ઉપયોગ
- બેગમાં ઘણી વસ્તુઓનો થશે સમાવેશ
જ્યારે પણ તમે ઘરેથી બહાર નીકળો છો, ત્યારે એક ચીજ લેવાનું ભાગ્યે જ ભૂલતા હશો, જી હા, અમે વાત કરી રહ્યા છીએ હેંડ બેગની. આજે પર્સ એ આપણા જીવનનું સૌથી અગત્યનું અને જરૂરી હિસ્સો બની ગયું છે. પોતાના પૈસા, મેકઅપ પ્રોડકટ્સ અને જરૂરિયાતનો અન્ય સામાન સાથે રાખવા માટે આપણને બેગની જરૂર પડે છે, એટલું જ નહી, વ્યક્તિત્વને નિખારવામાં પણ પર્સ અગત્યની ભૂમિકા ભજવે છે, જે રીતે અલગ અલગ ફેશનનાં કપડાં આપણી સુંદરતા વધારે છે, તે રીતે અલગઅલગ ફેશનનાં હેંડ બેગ પણ આપણી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
મિની શોલ્ડર બેગ – જો તમને લાગે છે કે મિની શોલ્ડર બેગ વિતેલા જમાનાની વાત છે તો આ બેગ્સનો ક્રેઝ હજુ સમાપ્ત થયો નથી.આ નાના બેગ સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યા છે.ફેશનની દુનિયામાં આ બેગ્સે ઘણી હેડલાઇન્સ બનાવી છે.આ બેગને અલગ-અલગ આકારમાં નાના સ્ટ્રેપ સાથે જોડવામાં આવે છે. તે તમારા અપર આમ્મર્સ પર ખૂબ જ સારી રીતે ફિટ રહે છે.મીની શોલ્ડર બેગની અંદર, તમે તમારી બધી જરૂરી વસ્તુઓ જેમ કે લિપસ્ટિક, વોલેટ, કાર્ડ્સ અને પોકેટ પરફ્યુમ રાખી શકો છો.
ચેન હેન્ડલ બેગ – ગયા વર્ષે સૌથી ફેશનેબલ બેગોમાંથી એક ચેન હેન્ડલ બેગને કોણ ભૂલી શકે છે. આ બેગ્સ ખૂબ જ સુંદર લાગે છે.આ ઑફલાઇન અને ઑનલાઇન બંને બજારોમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે.આ બેગ પણ ખૂબ જ આકર્ષક છે કારણ કે બેગને સપોર્ટ આપવા માટે બોલ્ડ મેટાલિક ચેન જોડાયેલ છે. આ બેગ સેમી ફોર્મલ સહેલગાહ માટે યોગ્ય છે. આમાં તમે નાની ડાયરી અને મેકઅપ પાઉચ જેવી વસ્તુઓ રાખી શકો છો.
પોપ કલર બેગ – ગત વર્ષથી કલર્સનો ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકોને દરેક વસ્તુ ગમે છે જેમાં વાઇબ્રન્ટ રંગો હોય છે. આમાં શૂઝ, લિપસ્ટિક અને બેગ જેવી એક્સેસરીઝનો સમાવેશ થાય છે. આ સિઝનમાં પોપ કલરની બેગ્સની પણ ખૂબ માંગ છે. આ બેગ લગભગ દરેક બ્રાન્ડમાં ઉપલબ્ધ છે અને સિઝન માટે ટ્રેન્ડ સેટ કરવા માટે સુપર ક્લાસી છે.