શિયાળામાં ચહેરાની સ્કિન સ્વસ્થ રાખવા અપનાવો આ ઉપાય, અને જોવો ફરક
- શિયાળામાં ચહેરાની લો કાળજી
- ચહેરા પરની ખરબચડી સ્કિન થઈ જશે સ્મૂથ
- અપનાવો આ સામાન્ય ટ્રીક
શિયાળામાં કેટલાક લોકોના ચહેરાની સ્કિન વધારે બગડી જતી હોય છે, આ થતું હોય છે કારણ કે મોટાભાગના લોકોને ઋતુનું બદલાવવું માફક આવતું નથી. પણ હવે એ લોકોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કેટલાક પ્રકારની સામાન્ય કાળજી લેવાથી સમસ્યા દૂર થઈ જાય છે.
શિયાળામાં સ્કિનમાં મોઈશ્ચર જળવાય રહે એવા ખોરાક ડાયટમાં સામેલ કરવા જોઈએ. ખાસ કરીને પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ખોરાકમાં વિવિધ ફળો અને સૂપનું સેવન કરવું જોઈએ. શિયાળામાં યોગ્ય કાળજી રાખવામાં આવે તો હેલ્થ અને સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ બને છે. રોજ સવારે નહાતાં પહેલાં તલનું તેલ નવશેકું ગરમ કરીને તેનાથી માલિશ કરીને નહાવું જોઈએ.
શિયાળામાં સ્કિન બને એટલી ઢાંકીને રાખવી જોઈએ. શિયાળામાં બહુ વધારે ગરમ પાણીથી નહાવું નહીં, નહીં તો તેનાથી સ્કિન અને વાળ બંનેને નુકસાન થાય છે. જેથી માપસર ગરમ પાણીથી જ નહાવું. સ્નાન કરવા માટે શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં નવશેકા પાણીનો જ ઉપયોગ કરો. આના લીધે ત્વચાનો ગોરો રંગ જળવાઇ રહે છે અને શરદી-ખાંસી થવાની શક્યતા પણ ઓછી રહે છે.