Site icon Revoi.in

વેઈટ લોસ કરવો છે,તો આ ડ્રિંકનું કરો સેવન અને આ ઘરેલું ઉપચારને કરો ફોલોઃ- ચોક્કસ થશે ફાયદો

Social Share

સામાન્ય રીતે આજની ફાસ્ટ લાઈફ અને ફેસેલિટી વાળી લાઈફમાં મેદસ્વિતા પણું સામાન્ય ગરકોઈની સમસ્યા બની ચૂકી છે, બહારનું ફાસ્ટટ ફૂડ જમવાથી લઈને તેલ, ચરબી વાળા પ્રદાર્થો ખાવા અને આરામનું જીવન જીવવું મોટો ભાગે આપણા શરીરને નુકાશન કરી રહ્યું છે, તેમાં પણ વાહનોની સુવિધા મળતા જ આપણે ચાલવાના કોચરા બન્યા છે,જેથી કરીને થોડે દૂર જવા માટે પણ વ્હિકલનો ઉપયોગ કરતા થયા છે, છેવટે આ તમામ બાબતની અસર આપણા વજન પર જોવા મળે છે, અતિશય આરામદાયક અને ચાલ્યા વિનાનું જીવન જીવવાથી મેદસ્વિતા પણામાં વધારો થાય છે.તો આજે આપણે વેઈટ લોસ કરવાના કેટલાક ઘરેલું ઉપચાર જોઈશું.

વજન ઘટાડવાનો ઉકાળોઃ- સામગ્રી, 1 નંગ તજ, 4 થી 5 નંગ કાળા મરીનો પાવડર, એક આદુનો ટૂકડો, આ તમામ સામગ્રીને પાણીમાં 10 થી 12 મિનિટ ઉકાળી લો, હવે આ ઉકાળાનું દરરોજ બે ટાઈમ સેવન કરો.દરોજ સવારે જાગીને અને રાતે સુતા પહેલા આ ઉકાળાનું સેવન કરો. આમ સતત કરવાથી તનારા વજન ઓછુ કરવામાં ચોક્કસ મદદ મળશે.

ગરમ પાણી અને મધ : સવારે ખાલી પેટે જો તમે મધ અને ગરમ પાણીનો એક ગ્લાસ પીશો તો ચોક્કસ તમે પતલા થઇ શકશો. આ પીવાથી વજન તો ઓછું થશે સાથે આ પીણું તમને દિવસભર સક્રિય રાખવામાં મદદ પણ કરશે. તે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને શરીરને એક્ટિવ રાખશે. મધની અંદર એમીનો એસિડ અને પુષ્કળ માત્રામાં ખનીજ પદાર્થ હોય છે જે શરીરમાં વધારાની ચરબી જામતા થતા રોકે છે.

ગરમ પાણી અને પીવાનું રાખો: ગરમ પાણી વધારેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. લીંબુ અને પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું ગણાય છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સાથે મિક્સ કરીને ચોક્કસ પીવો.

શરીરમાં વધતી ચરબીને ઘટાડવા ઓછા પ્રોટીનનો જ આહાર લો. તેલમાં તળેલી ચીજોને બદલે શેકેલી ચીજો ખાવાનું રાખો

આ સાથે જ વજન ઘટાડવા માટે આલ્કોહોલ, કોલ્ડ ડ્રિંક્સ અને મીઠાઇના સેવન નહીવત કરવું, આઇસક્રીમ અને ચોકલેટનું સેવન ઓછું કરવું

ઘરે રહીને યોગાસન અને કસરત કરવાનું રાખો, દરરોજ ઉઠીને ઓછામાં ઓછું 4 કિલો મીટર ચાલવાનું રાખો. ચાલવું એ બેસ્ટ કસરત છે.યોગ અને ધ્યાન કરવાથી સંઘટનમાં સુધારો થાય છે અને કેલરીથી ભરપૂર આહાર લેવાની ઈચ્છા ઓછી થાય છે. આથી, તમને ભૂખ લાગે છે પરંતુ તમે ઓછી માત્રામાં ખોરાકથી સંતોષ પામો છો. આની શરીરના વજન પર લાંબા ગાળાની અસર થાય છે.

શરીરમાં અંતઃસ્તાવોના અસમ્તુલનને પરિણામે ક્યારેક વજનમાં અતિશય વધારો કે પછી ઘટાડો થાય છે. ધ્યાન તંત્રમાં સંવાદિતા પાછી લાવવામાં સહાયરુપ છે જેથી જો તમે સ્થૂળ છો તો તમારું વજન ઉતરે છે અને જો તમે પાતળા છો તો વજન વધારવાની તમને ક્ષમતા મળે છે.