Site icon Revoi.in

ઉનાળામાં ખાસ આ ફેસપેકનો કરો ઉપયોગ જે ત્વચાને પહોંચાડે છે ઠંડક

Social Share

હાલ ગરમીની સિઝન શરુ થી ચૂકી છે સૌ કોઈએ પોતાની કાળજી લેવી જરુરી છે, ખાસ કરીને ત્વચાની કાળજી આપણી સુંદરતાને બરકરાર રાખે છે, આ માટે તમાે ઘરે રેહીને પણ સુંદરતા નિખારી શકો છો.કેટલાક ફ્રૂટ અને શાકભઆજીના ફએસપેકની મદદથી તમે ત્વચા પર ગ્લો તો લાવી જ શકશો સાથે સાથે ત્વચાને ગરમીથી પણ રક્ષણ આપી શકો છો, તો ચાલો જોઈએ એવા ફેસપેક વિશે તે તમારી ત્વચાને આપશે ઠંડક અને ગ્લો

ઉનાળામાં ટામેટાનો ફેસપેક એકદમ નેચરલ હોવાથી નુકશાન કરશે નહી છે,તેને ક્રશ કરી તેમાં હળદર અને મધ મિક્સ કરી ત્વચા પર લગાવાથી ત્વચાની કાળાશ અને ગરમી બન્ને દૂર થાય છે અને ત્વચા ચમકી ઉઠે છે

બીટનો ફેસપેક ત્વચા માટે ખૂબ યોગ્ય સાબિત થાય છે, તેનો ફેસપેક બનાવા બીટને ક્રશ કરીને તેમાં મધ મિક્સ કરીલો, ત્યાર બાદ ચહેરા પર 10 મિનિટ સુધી તેનો લેપ લગાવીને રાખો આમ કરવાથઈ ત્વચા ગ્લો તો કરશે જડ સાથે સ્કિનને ઠંડક મળશે 

ફૂદીનો ઉનાળામાં સૌથી હેલ્ધી વસ્તુ ગણાય છે, જે શરીર માટે બેસ્ટ ઓપ્શન છે,. ફુદીના ફેસ માસ્ક બનાવવા માટે ફુદીનાના પાનને સારી રીતે પીસી લો અને તેમાં હળદર અને પાણી મિક્સ કરો અને મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ આ મિશ્રણને ચહેરા પર લગાવો અને થોડા સમય પછી તેને પાણીથી ધોઈ લો.જેનાથી ત્વચા પર ઠંડક મળે છે

આ સાથછે જ મધ અને લીબું પણ ત્વચાને ગ્લો આપવાની સાથે ઠંડક આપવાનું કામ કરે છે.લીંબુનો રસ અને મધ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. પેસ્ટ સારી રીતે સૂકાઈ જાય પછી તેને પાણીથી ધોઈ લો. લીંબુ ત્વચામાં ક્લિનિંગ એજન્ટ તરીકે કામ કરે છે અને મધ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે.

આ સાથે જ દહીં પણ ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. દહીં અને ચણાના લોટનો ફેસ પેક લગાવવાથી ખૂબ ફાયદાકારક છે. આ બંને વસ્તુઓને સમાન માત્રામાં મિક્ષ કરી પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા પર લગાવો. થોડા સમય પછી પાણીથી ધોઈ લો.