Site icon Revoi.in

જો તમારા દાંત કાળા પડી રહ્યા છે,તેને સળો લાગી રહ્યો છે તો એ પહેલા જ ચેતી જાવ, અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ

Social Share

 

દરેક વ્યક્તિનું સ્મિત તેના વ્યક્તિત્વનું પ્રતિક છે. સ્મિત એ છે જે તમારી સુંદરતામાં વધારો કરે છે. પરંતુ જો હસતી વખતે પીળા દાંત જોવા મળે તો તમે બીજાઓ માટે હાસ્યસ્પદ બની જાઓ છે.પરંતુ એકંદર વ્યક્તિત્વ પર પણ નકારાત્મક અસર કરી શકે છે, જેથી કરીને યોગ્ય દાંત રાખવા માટે મહત્વપૂર્ણ છે કાળજી લેવી જોઈએ . ઘણી વખત પીળા દાંત તમને ખુલ્લેઆમ હસવા નથી દેતા અને આ જ તમારા અનાદરનું કારણ છે. ઘણા કારણોસર દાંત તેમની ચમક ગુમાવે છે અને પીળા થઈ જાય છે. સાથે જ દાંત બરાબર સાફ ન કરવા, વધુ પડતી ચા-કોફી પીવાથી, સિગારેટ, ગુટખા કે તમાકુ વગેરેનું સેવન કરવાથી દાંત પીળા પડી શકે છે. દાંત પીળા થવાના ઘણા કારણો હોઈ શકે છે.

આપણા આહારમાં કરેલી કેટલીક ભૂલોની અસર આપણા દાંત પર પણ દેખાવા લાગે છે. તે જ સમયે, ઘણી વખત મોંઘી ટૂથપેસ્ટનો ઉપયોગ કર્યા પછી પણ દાંતમાં પીળાશ રહે છે. આવી સ્થિતિમાં અનમે તમને કેટલાક ઘરેલું ઉપચાર જાણાવીશું જેના થકી દાંત ચમકદાર બની સકેછે.

દાંતને ચમકદાર બનાવવાના ઘરેલું નુસ્ખાઓ

તુલસીના પાનનો ઉપયોગ કરીને તમે દાંતના પીળાશથી છુટકારો મેળવી શકો છો. તુલસી, જે એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે, તે તમારા દાંતને ચમકદાર બનાવવાની સાથે તમારા મોંની દુર્ગંધને પણ દૂર કરી શકે છે. આ માટે તુલસીના પાનને સૂકવીને તેને સારી રીતે પીસીને તેને સરસવના તેલમાં મિક્સ કરીને દાંત પર લગાવો.

મીઠું દાંતની પીળાશને દૂર કરવા માટે પણ અસરકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે ટૂથપેસ્ટમાં પણ મીઠાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. આ માટે અડધી ચમચી સરસવના તેલમાં એક ચપટી મીઠું ભેળવીને બ્રશ કરી શકાય છે.

એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર લીમડાનુદાતંણ તમારી સમસ્યાને દૂર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ દાંતમાં ચોંટેલા કીટાણુઓને મારી નાખે છે. જે લોકોને પીળા દાંતની સમસ્યા હોય, તેમણે લીમડાની લાકડીથી બ્રશ કરવું જોઈએ.

આ સાથે જ  નારંગીની છાલને છોલીને તેમાં તુલસીનો પાવડર મિક્સ કરીને દાંત પર બ્રશ કરવાથી પણ દાંતની પીળાશ દૂર થાય છે.