Site icon Revoi.in

ઉનાળામાં ચમકતી ત્વચા માટે કરો આ હોમમેડ ફેસ પેકનો ઉપયોગ

Social Share

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે.ટેન દૂર કરવા માટે તમે ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. આ તમારી ત્વચાને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આ ફેસ પેક તમને ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ટેન, બર્નિંગ, રેશિઝ અને ત્વચાની લાલાશથી રાહત આપશે.

ફુદીનો અને મુલતાની માટી ફેસ પેક – ધોયેલા ફુદીનાના પાંદડાની પેસ્ટ બનાવો.તેમાં 2 ચમચી મુલતાની માટી ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો.આ પેકને ચહેરા અને ગરદન પર લગાવો. જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને રહેવા દો. ત્યાર બાદ તેને ધોઈ લો. તે ત્વચાના વધારાના તેલના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

દહીં અને તરબૂચ – 2 ચમચી દહીંમાં છૂંદેલા તરબૂચને મિક્સ કરો.તેને સારી રીતે મિક્સ કરો.આ પેકને ત્વચા પર લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો.ત્યાર બાદ ધોઈ લો. તે સનબર્ન થયેલ જગ્યાને શાંત કરવામાં મદદ કરે છે.

ફુદીનો અને તુલસી ફેસપેક- ફુદીનો અને તુલસીનું ફેસપેક ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. આ માટે તમે ફુદીના, તુલસી અને લીમડાના પાન લો. આ બધાને મિક્સરમાં પીસી, ઝીણી પેસ્ટ બનાવી લો. હવે તેને આખા ચહેરા અને ગરદન પર લગાવો. 25-30 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. ઉનાળામાં ત્વચાને નિખારવા માટે ફુદીનો અને તુલસીનો ફેસ પેક ખૂબ જ ફાયદાકારક છે. ફુદીનો અને તુલસીનો ફેસ પેક લગાવવાથી ત્વચાના ડાઘ-ધબ્બા દૂર થાય છે. ખીલથી છુટકારો મેળે છે, સાથે જ ચહેરાનો સોજો પણ ઓછો થાય છે.