Site icon Revoi.in

વજન ઓછુ કરવા તથા શરીરની ગરમીને દૂર કરવા અપનાવો આ રીત

Social Share

કેટલાક લોકોને શરીરમાં ગરમી નીકળવાની સમસ્યા હોય છે તો કેટલાક લોકોને વજન વધારે રહેવાની સમસ્યા હોય છે. જો આ સમસ્યાથી કોઈ વ્યક્તિ પીડાઈ રહ્યું હોય તો તેણે ફૂદીનાના રાયતાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તેને અનેક રીતે મદદ મળી રહેશે અને સમસ્યાથી મુક્તિ પણ મળશે.

ફૂદીનાનું રાયતું બનાવવા માટેની સાદી રીત એ છે કે તેમાં દહીને બે કપ જેટલુ લેવુ. લીલા મરચા 3 નંગ, છીણેલી કાકડી અડધો કપ, લાલ મરચાનો પાવડર સ્વાદ અનુસાર, જીરા પાવડર 1 નાની ચમચી, ફૂદીનાના પાન 3થી 4 કપ, ડુંગળી 1/4 કપ, મીઠુ યોગ્ય પ્રમાણમાં અને ખાંડને અડધી ચમચી મિક્સ કરવી.

જો કે સૌથી પહેલા તો ફૂદીનાના પાન ધોઈ લો. તેની મદદથી સરળતાથી ફૂદીનાનું રાયતું બની શકે છે. પાનને ધોયા બાદ ખીરાને છીણી લો અને ડુંગળીને બારીક સુધારી લો. ફૂદીનાના પાન અને દહીંને બ્લેન્ડ કરો. આ સાથે તેમાં લીલા મરચા પણ મિક્સ કરી લો. એક બાઉલમાં આ વસ્તુઓ કાઢી લો અને તેમાં કાકડી મિક્સ કરી લો.

હવે તેમાં જરૂર પ્રમાણે મીઠું, મરચું, જીરા પાવડર મિક્સ કરો અને ફૂદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરો. જો તમને ગમે તો તેને થોડી વાર ફ્રિઝમાં ઠંડુ પણ કરી શકો છો.

આ રાયતામાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે તેનાથી તે વજન વધતું અટકાવે છે. પેટને ઠંડક આપે છે. પેટની ગરમીથી થતી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય ગરમીની સીઝનમાં આ રાયતું પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.