વધતું કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે મોટી સમસ્યાનું કારણ બની જાય છે, કેમ કે તેના કારણે હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હાર્ટ એટેક, ડાયાબિટીસ, કોરનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝ જેવી ખતરનાક બીમારીઓને જન્મ આપે છે અને ઘણા અંગો પર ખુબ જ અસર કરે છે. જો કે કેટલાક ઘરેલું ઉપચારથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે. ભારતના પ્રખ્યાત ન્યૂટ્રિશન એક્સપર્ટ નિખિલ વત્સએ કહ્યું કે, આદુંનો ઉપયોગ આવી પરિસ્થિતીમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે કેમ કે એમાં ટ્રાઈગ્લિસરાઈડ અને લિપોપ્રોટીન ઘટાડવાનું કામ કરે છે.
કાચા આદુનું સેવન
આદુંને ડાઈરેક્ટ ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે વધારે તેલયુક્ત ખોરાક ખાધો હોય તો કાચું આદુ ચાવો, એનાથી કોલેસ્ટ્રોલ લેવલ વધવાનો જોખમ ઓછું થઈ જાય છે.
આદુનો પાવડર
આદુનો પાવડર બનાવવા માટે આદુને થોડા દિવસ માટે તડકામાં સુકવી દો અને પછી તેને મિક્સરમાં પીસીને પાવડર તૈયાર કરી લો, તેને સવારે ખાલી પેટ પાણીમાં મિક્સ કરીને પીશો તો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટશે.
આદુ પાણી
આદુનું પાણી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ઈંચ કાપેલા આદુને લગભગ 15 મિનિટ સુધી ઉકાળો અને પછી તેને ગાળી લો. તમે જમ્યા પછી આ પાણીને પીશો તો શરીરને આને રસ મલશે જે બધી રીતે ફાયદાકારક થશે.