Site icon Revoi.in

શરીરની ત્વચાને ચમકાવવા અપનાવો આ ઉપાય,જાણો

Social Share

આપણી ચામડી ફક્ત બહારની દેખાતી સામાન્ય રચના કરતા ઘણી જીવંત અને કાર્યરત છે.! શરીરના બીજા બધા અંગોની જેમ આ પણ એક અંગ છે અને તેને સ્વસ્થ રાખવું અને તેનું પોષણ કરવું ખૂબ જરૂરી છે. જેટલા પણ સુંદરતાના ઉપચારો આજકાલ ઉપલબ્ધ છે તે શરીરની જરૂરીયાતોને પૂર્ણ કરે છે પણ એ રહસ્યોને ખોલતા નથી કે તમે શરીરના એક એક કોષને અંદરથી કેવી રીતે ચમકાવી શકો અને એને શક્તિ અને પ્રકાશથી શી રીતે સ્ફૂરિત કરી શકો.

આપણી ચામડી થાકતી જાય છે અને ઉંમર, તણાવ તેમ જ પુરતી કાળજીના અભાવથી ચહેરા પર વધારે પડતી કરચલીઓ, કાળા ડાઘ, શુષ્ક ધબ્બા, ઉંમર સાથે દેખાતા છિદ્રો , ખીલ, થાક અને મંદતા જેવા કેટૅલાય અનિષ્ટો અનિચ્છિત મહેમાનોની જેમ પ્રગટ થઇ જાય છે.

છતાં પણ, એવી ઘણી બધી કુદરતી, સરળ અને સાદી રીતો છે જે ત્વચાને ચમકાવવા માટે, તેની સફાઈ માટે અને નવીનીકરણ માટે મદદરૂપ થઇ શકે છે.

થોડું દોડવું, ચાલવું અને થોડા ઝડપી સુર્ય નમસ્કાર તમારા શરીરને જરૂરી રક્ત સંચાર આપે છે. પરસેવો પાડવો તમારા માટે સારો છે. પછી ઠંડા પાણીથી સ્નાન કરો તેથી તમારી ત્વચા સાફ થઈ જાય.

આપણે એવા જ થઇ જઇએ છીએ જે આપણે ખાઈયે છીએ. દેખીતી રીતે તાજા, સાફ અને રસાદાર ખોરાક ખાવાથી આપણી ત્વચા પણ જીવંત રહે છે. સંતુલિત આહાર, પુરતા પ્રોટીન અને વિટમિન અને વધારે ફળો, પાંદાડાવાળા શાકભાજી, યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં ખાવું સલાહભર્યું છે.

તમને કેવુ લાગે છે જ્યારે તમે ઘણો લાંબો સમય બોલ્યા હોવ છો અને ઘણું બધું બોલી ગયા હોવ છો? મોટે ભાગે હતાશ? વાતને વધારીને વિસ્તારથી કહેવાથી થોડી મજા આવતી હશે, પણ આપણા શરીર ને મન પર તે વ્યર્થ તોપમારો કર્યો હોય એવી નકારાત્મક અસર જન્માવે છે. મૌન ઘણી બધી ઊર્જા બચાવે છે. જો તમારે એ જાણવાનો પ્રયાસ કરવો હોય તો આર્ટ ઓફ લિવિંગ પ્રોગ્રામ ભાગ ૨ કરી જુઓ. મૌનની અસર ઊંડા ધ્યાન સાથે જોડાઈ તમને સુખદ આશ્ચર્ય પમાડશે. અને એ ભુલવા જેવુ નથી કે તમને ચમકતી ત્વચા પણ આપશે!