- થૂલી પોશક આહાર ગણાય છે
- થૂલી એટલે ઘંઉના જીણા ટૂકડા જેને લાપસી પણ કહેવાય
ધાન્ય કે કઠોર સામાન્ય રીતે આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છએ, આજે આપણે વાત કરીશું ઘઉંના ફાડા કે જેને થુલી પણ કહેવામાં આવે છે, જે ખાવામાં તદ્દન હલકી હોય છે,જલ્દીથી પાચન થી જાય છે, થુલીની લાપસી પણ બનાવવામાં આવે છે.તેમાં કોલોસ્ટેરોલનું પ્રમાણ પં નહી વત હોય છે, પાચન સરળતાથી થાી જાય છે. આ સાથે જ ડાયાબિટીઝના દર્દીઓ માટે તે ખૂબ ગુણકારી ગણાય છે
- ઘઉંની થૂલી વિટામિન અને પ્રોટીન થી ભરપુર હોય છે. આ સિવાય તેમાં ઓછી કેલરી અને ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
- ઘઉંના ફાડા ને થુલી પણ કહેવાય છે. ઘઉંની થૂલી એટલે સ્વાસ્થ્ય નો ખજાનો. ઘઉંની થૂલી નું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય ને અનેક રીતે ફાયદો થાય છે. સામાન્ય રીતે લોકો નાસ્તામાં ઘઉંની થૂલી નું સેવન કરે છે.
- થૂલી એ એક આહાર છે જે શરીરના તમામ પોષક તત્વોને પરિપૂર્ણ કરે છે. થૂલી માં જોવા મળતા કાર્બોહાઈડ્રેટને કારણે થૂલી ખાવાથી સમગ્ર દિવસ દરમિયાન ઊર્જાનો સંચાર થાય છે
- થૂલી ખાવાથી શરીરને વિટામિન બી 1, બી 2, મિનરલ્સ, મેગ્નેશિયમ, મેંગેનીઝ જેવા પોષક તત્વો મળી રહે છે
- થૂલીમાં રહેલ ન્યૂટ્રિઅન્ટ્સ શરીરમાંથી એન્ટી ઓક્સિડેન્ટ દૂર કરીને અનેક રોગોથી રક્ષણ આપે છે.
- થૂલી કોલેસ્ટ્રોલનું સ્તર શરીરમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોવાને કારણે નિયંત્રિત કરે છે. જેના કારણે વ્યક્તિને હૃદય રોગની શક્યતાઓ ઘટે છે
- થૂલી નું સેવન મહિલા ઓને સ્તન કેન્સરથી બચાવે છે. આજકાલ તે મહિલાઓમાં સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. ઘઉંની થૂલી માં પૂરતા પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે.
- ફાડા માં ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેથી વજન ઉતારવામાં મદદ મળે છે
- થૂલી નું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય છે.
- થૂલી લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટાડવામાં અને ઇન્સ્યુલિન માં વધારો કરવામાં મદદ કરી શકે છે.
- કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે ફાઈબરથી ભરપૂર આહાર લેવો જોઈએ. જેથી થૂલી આ સમસ્યામાં ગુણકારી છે
સાહિન-