ત્વચા માટે ઉનાળામાં તરબૂચની છાલનો કરો ઉપયોગ – ત્વચા પર ઠંડક લાવે છે અને ફુલ્લીઓ થતા બચાવે છે
- તરબૂચની છાલ ત્વચા પર લાવે છે ગ્લો
- ત્વચાની કાળશને દૂર કરવામાં મદદ રુપ છે આ છાલ
સામાન્ય રીતે આપણે ઉનાળામાં ભરપુર તરબૂચ ખાતા હોઈએ છીએ અને તેની છાલને ફેંકી દેતા હોયઈ છે જો કે આ છાસ તમારી ત્વચાની સુંદરતા પર નિખાર લાવવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે, આ માટે તમારે છાલને ફેંકવા કરતા તેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તરબૂચમાં આયર્ન, ઝિંક, ફાઇબર અને પ્રોટીન સાથે સુક્ષ્મ પોષકતત્ત્વો હોય છે. તરબૂચની છાલ તમારા ચહેરા પર ઘસવી જોઈએ. તો કઈ રીતે ઉપયોગ કરી શકાય ચાલો જાણીએ.
આ માટે મધ, હરદળ ની તમને જરુર પડશે,તરબૂચની છાલ પર મધ લગાવીને તેને ચહેરા પર 10 મિનિટ સુધી મસાજ કરવાથી ચહેરા પરની કાળાશ દૂર થાય છે, સાથે ત્વચા ગ્લો કરે છે.
તરબૂચની છાલ ત્વચા પર ઘસવાથી ફુલ્લી થતી અટકે છે આ સાથે જ ગરમીના કારણે સ્કિન પર થતી બળતરામાં પણ રાહત મળે છે.
આ સાથે જ તરબૂચની છાલ પર જે કઈ થોડો રેડ કલરનો પલ્પ બચ્યો હોય તેને સ્પુન વડે કોતરીને એક વાટકીમાં કાઢીલો, ત્યાર બાદ તેમાં બેસન મલાઈ અને મધ ઉમેરીને પેક બનાવી લો, આ ફેસ પેક ત્વચા પર લગાવીને 10 મિનિટ રહેવાદો ત્યાર બાદ ફએશવશ કરીલો, આનમ કરવાથી ચહેરા પરની રુવાીટીઓ દૂર થશે અને બ્લેકહેડ્સથી પણ છૂટકારો મળશે
આ સાથે જ તરબૂચવની છાલ પર હરદળ લગાવીને ચહેરા પર 10 મિનિટ સુધી ઘીસલો આમ કરવાથી ત્વચાની કાળશ તો દૂર થશે જ પરંતુ ચહેરો ખીલી પણ ઉઠશે તેમજ ત્વચા પરથી ડસ્ટ દૂર થાય છે.
જો તમને ગરદન પર ખૂબ કાળાશ જામી ગઈ હોય ત્યારે તમારે તરબૂચની છાલ પર લીબુંનો રસ અને 1 ચમચી બેકિંગ સોડા નનાખીને છાલને ગરદન પર 20 મિનિટ સુધી સવાની રહેશે આમ કરવાથી ગરદનની કાળશ દૂર થી જશે આમ અઠવાડિયામાં 2 વખત જો કરવામાં આવે તો તમારી ગરદન સુંદર બની જશે.