દર વર્ષે વોટ્સએપ હજારો એકાઉન્ટ બ્લોક અથવા પ્રતિબંધિત કરે છે. હવે, એવું લાગે છે કે WhatsApp તેના યુઝર્સને એપ્લિકેશનનો ઉપયોગ કરવાની બીજી તક આપવા માંગે છે. વોટ્સએપે એક નવું ફીચર બહાર પાડ્યું છે જે તે યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જેમનું એકાઉન્ટ પ્રતિબંધિત અથવા બ્લોક કરવામાં આવ્યું છે.યુઝર્સ હવે તેમના WhatsApp એકાઉન્ટને અનબ્લોક કરી શકશે.
WABetaInfoના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,WhatsAppએ એક નવું ફીચર રોલ આઉટ કર્યું છે.આ ફીચરની મદદથી તે યુઝર્સ તેમનું એકાઉન્ટ પાછું મેળવી શકશે જેમનું એકાઉન્ટ બ્લોક અથવા પ્રતિબંધિત છે.આ કરવા માટે, યુઝર્સે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને ઓફિશિયલી, તેઓ તેમનું જૂનું એકાઉન્ટ ડિલીટ કર્યા વિના પાછું મેળવી શકશે.હાલમાં આ ફીચર વોટ્સએપના બીટા વર્ઝન પર જોવા મળી રહ્યું છે.
WABetaInfoના રિપોર્ટમાં એવું આપવામાં આવ્યું છે કે,યુઝર્સને WhatsApp એપ પર જ એક વિકલ્પ મળશે, જેનાથી તેઓ તેમના બ્લોક કરેલા એકાઉન્ટને પરત મેળવી શકશે. યુઝર્સને એપ્લિકેશન પર એક વિકલ્પ આપવામાં આવશે,જેથી તેઓ WhatsApp સપોર્ટ સાથે વાત કરી શકશે અને સમીક્ષાની વિનંતી કરી શકશે.વિનંતી સબમિટ કર્યા પછી, WhatsApp સપોર્ટ તમારા એકાઉન્ટની સમીક્ષા કરશે અને એપ્લિકેશનના નિયમો અને શરતો અનુસાર યુઝર્સના એકાઉન્ટ પર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે કે કેમ તે તપાસશે.
એકવાર સમીક્ષા સબમિટ થઈ જાય અને એપ્લિકેશન માન્ય હોવાનું જણાયું પછી તમારું એકાઉન્ટ તમને પરત કરવામાં આવશે.આ ફીચર આગામી અઠવાડિયામાં iOS બીટા માટે પણ બહાર પાડવામાં આવશે.આ સુવિધા વિના પણ તમે WhatsApp સપોર્ટને મેઇલ કરીને તમારું એકાઉન્ટ પાછું મેળવવા માટે વિનંતી કરી શકો છો.