- મલાઈ ફળો સાથે મિક્સ કરીને ખાવાથી ફળ સ્વાદિશ્ટ લાગે છે
- ચહેરા પરના ફેશ પેકમાં મલાઈ ઉપયોગમાં લઈ શકાય
- મલાઈને રોટલી પર લગાવીને પણ ખાવામાં આવે છે
- બ્રેડ અને મલાઈ સવારના નાસ્તામાં લઈ શકાય છે
મલાઈ એટલે કે દીધને ગરમ કરીએ ત્યારે તેના પરંતુ જામતી તર, ઘણા લોકોને દૂધ પીવાનું કે મલાઈ ખાવાનું પસંદ નથી હોતું, પરંતુ દૂધમાંથી બનતી મલાઈ ખાવા સિવાય અનેક રીતે ઉપયોગમાં લઈ શકાય છે જેના અનેક ફાયદાઓ થાય છે.મલાઈમાં પુરતા પ્રમાણમાં કેલરી હોય છે એટલે મોટા ભાગના લોકો તેને ખાવાનું અવોઈડ કરે છે, પરંતુ જો મલાઈને ચ્હામાં નાખીને ખાવામાં આવે તો ચ્હા સ્વાદિષ્ટ બની જાય છે, આ ઉપરાંત મલાઈનું સેવન પાકી કેરી સાથે, તરબુચ સાથે, સક્કર ટેટી સાથે અને કેળા સાથે કરવાથી તેના સ્વાદ વધી જાય છે.
સામાન્ય રીતે દૂધને ગરમ કરીને મલાઈનો આપણે ફ્રીજમાં સંગ્રહ કરતા હોઈએ છીએ અને પછી તેમાંથી ધી બનાવીએ છીએ, આ મલાઈ નાની નાની બાબતોમાં કામ લાગે છે, જ્યારે કિચનમાં કામ કરતા કરતા આપણે દાઝી જઈએ છે ત્યારે ફ્રીજમાંથી મલાઈ કાઢીને લવાગી લેવાથી ઘા પર ઠંડક પહોંચે છે.
ખાસી આવતી હોય ત્યારે મલાઈ દવાનું કામ કરે છે.5 ચમચી મલાઈમાં એક ચમચી નારિયેળનું છીણ, ઇલાયચી પાવડર અને મરીને પીસેને ધીમા તાપે ઉકાળી લો. હુંફાળું થયા બાદ રાત્રે સૂતા પહેલા પીવાથી ખાસીમાં રાહત મળે છે.
કાસા અથવા પીતળની થાળીમાં બે ચમચી તાજી મલાઈ નાખો. તેને સારી રીતે ફીણી લો. ત્યારબાદ તેમાં કપૂર પાવડર મિક્સ કરો,આ મિશ્રણ ચહેરા પર લગાવવાથી ફોલ્લીઓમાં રાહત થાય છે.
મલાઈને પગના તળીમાં દિવેલ સાથે મિક્સ કરીને ધસવાથી પગના તળીયાની બળતરા દૂર થાય છે, આ સાથે જ જ્યારે ઉનાળામાં સ્કિન બરતી હોય. ત્યારે મલાઈ લગાવવાથી સ્કિનની બળતરા પણ દૂર થાય છે.
આંખો પર ડાર્ક સર્કલ થયા હાય ત્યારે રોજ રાતે મલાઈ લગાવી તેનું માલિશ કરવું જોઈએ રોજ આમ કરવાથી જાર્ક સર્કલ ઓછા થઈ જાય છે.
સાહિન-