લાંબા સમય સુધી એક જ ઓશીકાનો ઉપયોગ તમને બીમાર કરી શકે છે, કેટલા દિવસમાં બદલવું જરૂરી છે, જાણો
હેલ્ધી રહેવા માટે પથારીને સાફ રાખવી ખુબ જ જરૂરી છે. પથારી પર સૌથી ખાસ વસ્તુ છે ઓશીંકુ. જેના વગર ઘણા લોકોને ઉંઘ પણ નથી આવતી. સતત ઓશીંકાનો ઉપયોગ કરવાને કારણે તેની સફાયનું પણ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે તેના કારણે ઘણી બીમારીઓ ફેલાઈ શકે છે. ઘણા લોકો ખાલી ઓશીંકાનું કવર બદલે છે, જે બરોબર નથી. ઓશીંકાની ભિનાશના લીધે ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે, એટલે સમયસર ઓશીંકાને બદલતા રહેવા જોઈએ. ઓશીંકા ક્યારે બદલવા જોઈએ, તેના લીધે કઈ મુશ્કેલીઓ થઈ શકે છે.
જ્યારે આપણે કોઈ ઓશીંકાનો ઉપયોગ કરીએ છીએ તો સુક્ષ્મજીવ આપણા સ્વાસ દ્વારા આપણા શરીરમાં પહોંચે છે અને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. એનાથી બીમારીઓ ફેલાઈ શકે છે.
ચહેરા પર વારંવાર ખીલ થવા પાછળનું કારણ પણ ઓશીંકુ હોઈ શકે છે. જ્યારે લાંબા સમય સુધી ઓશીંકાનો ઉપયોગ થાય છે તો તેનાથી શેપ બદલાઈ જાય છે. તેના અંદર ભરેલા ફાઈબરથી ઘણા પ્રકારની મુશ્કેલીઓ થઈ શકે છે.
વારંવાર શરદી, તાવ, ઉધરસ અને ચહેરાની એલર્જીની સમસ્યા પણ તકિયાથી જોડાયેલી હોઈ શકે છે.
ફ્લૂ અને વાયરલ જેવી બીમારીઓમાં પણ ઓશીંકાનો ઉપયોગ થાય છે. આ દરમિયાન શ્વાસ, નાકમાંથી આવતું પાણી અને સૂતી વખતે મોંમાંથી નીકળતી લાળ ઓશીકા પર પડે છે, જે પાછળથી સમસ્યા ઊભી કરી શકે છે.
તમે દરરોજ ઓશીકું વાપરો છો, તો તેને ઓછામાં ઓછા દર 10-12 વર્ષે બદલવું જોઈએ. આ સિવાય જો ઓશીકાનો કોટન ગઠ્ઠો થવા લાગે તો તેને બદલી નાખો. દર અઠવાડિયે તકિયાનું કવર બદલતા રહો. સમય સમય પર તેને સાફ કરો અને તેને સૂર્યપ્રકાશમાં રાખો.