Site icon Revoi.in

આ ડાયટના ઉપયોગથી ચહેરા પર આવશે ચમક,આજે જ ટ્રાય કરો

Social Share

ચહેરાની સુંદરતા તે માત્ર મહિલાઓ માટે જ નહીં પણ હવે તો પુરુષો માટે પણ મહત્વની બની ગઈ છે. બજારમાં અનેક પ્રકારની ક્રીમ અને ટ્યુબ તથા અન્ય પ્રોડક્ટ્સ છે જે ચહેરાના સુંદરતા માટે જ બની છે પરંતુ આ બધી વસ્તુઓનો ઉપયોગ કર્યા વગર, માત્ર ડાયટ બદલીને પણ ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી શકાય છે.

જાણકારોના કહેવા પ્રમાણે આપણા રોજબરોજના ડાયટમાં ટામેટા હોય જ છે. સલાડના રૂપમાં પણ ટામેટાનું સેવન ઘણી રીતે કરી શકો છો તો આવામાં ટામેટા માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. ટામેટામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટી એજિંગ એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે સૂકા મેવાની તો સૂકા મેવાનું સેવન નાસ્તા તરીકે પણ કરી શકો છો. તમારા ડાયટમાં અખરોટ, કાજુ, બદામ અને પિસ્તાનો સમાવેશ કરી શકો છો. તેઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે. અખરોટ ત્વચા પરની કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. બદામ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

દહીંને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. તમે દહીંનો ફેસ પેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તે તમારી ત્વચાને કોમળ બનાવવામાં મદદ કરે છે. દહીં ખીલ સામે લડવાનું કામ કરે છે અને ત્વચા પરથી ખીલ ઓછા કરવાનો પ્રયાસ કરે છે.

ઉલ્લેખનીય છે કે આ માત્ર ઘરેલું ઉપાય છે અને કોઈ પણ પ્રકારની વસ્તુને કે ડાયટને સામેલ કરતા પહેલા અથવા કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.