- જેલમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ
- 17 દર્દીઓ ટીબીની બીમારીથી પીડિત
- તમામ દર્દીઓની સારવાર શરૂ કરાઈ
લખનૌઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાની ડાસના જેલમાં 140 કેદીઓ HIV પોઝીટીવ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ સિવાય 17 કેદીઓ ટીબીની બિમારીથી પીડિતા હોવાનું ખુલ્યું છે. ડાસના જેલમાં કેટલાક કેદીઓ એસઆઈપી પોઝિટિવ અને ટીબી પીડિત હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જેલ સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
ગાઝિયાબાદની ડાસના જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ છે. જેલ પ્રશાસને કહ્યું કે તમામ 5500 કેદીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. તેમાંથી કેટલાકને ટીબી છે અને કેટલાક કેદીઓમાં અન્ય રોગોના લક્ષણો જોવા મળ્યા છે. તપાસ બાદ તમામ કેદીઓને સારવાર આપવામાં આવી રહી છે. ડાસના જેલમાં 1704 કેદીઓ રાખવામાં આવ્યા છે જ્યારે 5500 કેદીઓ જિલ્લા જેલમાં બંધ છે.
જેલ સુપ્રિટેન્ડેન્ટ આલોક કુમાર સિંહે કહ્યું હતું કે, જેલમાં આવતા તમામ નવા કેદીઓનો એચઆઈવી ટેસ્ટ કરવામાં આવે છે. જે દર્દીઓ ઈન્જેક્શનથી ડ્રગ્સનો નશો કરે છે તેમને એચઆઈવીનો ચેપ લાગવાનું જોખમ વધારે રહેલું છે.
જેલ સુપ્રિટેન્ડેન્ટ આલોક કુમાર સિંહે કહ્યું, ‘અત્યાર સુધી જેલમાં 140 HIV પોઝીટીવ દર્દીઓની પુષ્ટિ થઈ છે. આ સિવાય અન્ય કેદીઓને પણ અન્ય ઘણી બીમારીઓ છે, જેની સારવાર કરવામાં આવી રહી છે.આલોક કુમાર સિંહે જણાવ્યું કે 1704 કેદીઓની ક્ષમતાવાળી જેલમાં 5500 કેદીઓને રાખવામાં આવ્યા છે.