- હાલ 250 જેટલા સ્ટોર કાર્યરત
- સ્ટોરમાંથી 80 ટકા ઓછા ભાવે લોકોને મળશે દવાઓ
લખનૌઃ વિવિધ બીમારીથી પીડિત દર્દીઓને સરળતાથી ઓછી કિંમતમાં દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રોડમેપ તૈયાર કર્યો છે. તેમજ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં જેનરિક દવાઓ વિતરણ કરવામાં આવે છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં વધારે 550 જેનરિક સ્ટોર ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દર્દીઓને સસ્તી દવાઓનો લાભ આપવા માટે યુપીમાં જેનરિક દવાની દુકાનો ખોલવામાં આવશે. આમાં દર્દીઓને બ્રાન્ડેડ કંપનીઓ કરતાં લગભગ 80 ટકા ઓછા ભાવે દવાઓ મળશે. જેનેરિક આધારના સ્થાપક અર્જુન દેશપાંડેએ આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં પણ જેનેરિક સ્ટોર ખોલવામાં આવશે. જેથી દર્દીઓ સુધી વધુને વધુ સસ્તી દવાઓ પહોંચી શકે. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાતચીત થઈ છે.
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અને અમારી કંપની વચ્ચે એમઓયુ થશે. હાલમાં 150 સ્ટોર્સ કાર્યરત છે. તેનાથી લોકોને રોજગારીની તકો પણ મળશે.
(Photo-File)