ઉત્તરપ્રદેશઃ કાનમાં હેટફોન લગાવીને સંગીત સાંભળવાના શોખીનો માટે લાલબતી સમાન કિસ્સો
લખનૌઃ યુવાનોમાં સ્માર્ટફોનનું ગાંડપણ વધારે જોવા મળે છે. ફોનમાં એટલા ખોવાઈ જાય છે કે, આજુબાજુમાં શું થઈ રહ્યું છે તે પણ તેમને ભાન રહેતું નથી. એટલું જ નહીં અનેક યુવાનો કાનમાં હેડફોન લગાવીને મોબાઈલમાં ગીતો સાંભળવામાં એકલા મશગુલ થઈ જાય છે કે, કેટલાક વાર દુર્ઘટનાનો ભોગ પણ બને છે. આવો જ આંખ ખોલનારો કિસ્સો ઉત્તરપ્રદેશના બાંદામાં સામે આવ્યો હતો. કાનમાં હેડફોન લગાવીને યુવાન સંગીત સાંળતો-સાંભતો રેલવે ક્રોસિંગ પાર કરી રહ્યો હતો. અચાન ટ્રેન આવતા આસપાસમાં ઉભેલા લોકોએ તેને રેલવે ક્રોસિંગ ઉપરથી હટી જવા માટે બુમો પાડી હતી પરંતુ પોતાની ધૂનમાં મસ્ત યુવાનને તેમની બુમો સંભળાઈ ન હતી અને અચાનક પૂરઝડપે આવેલી માલગાડીએ તેને અડફેટે લીધો હતો. જેમાં તેનું મોત થયાનું જાણવા મળે છે. એટલું જ નહીં યુવાન નશામાં ચકચૂર હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં રહેતો 20 વર્ષિય યુવાન અજય ઘરેથી બજાર જઈ રહ્યો હતો અને કાનમાં હેડફોન લગાવીને મોબાઈલમાં સંગીત સાંભળતો હતો. હેડફોનનો અવાજ એટલો વધારે હતો કે તેને ટ્રેનના હોર્નનો અવાજ પણ સંભળાયો ન હતો. રેલવે ક્રોસિંગ પાસે ધર્મશાળામાં કાકા યુગલ કિશોર સાથે રહેતા અજયને ટ્રેક ઉપરથી હટી જવા માટે લોકોએ બુમો પણ પાડી હતી. દરમિયાન પૂરઝડપે આવેલી માલગાડીની અડફેટે આવી ગયો હતો. ટ્રેનની ટક્કરથી યુવાનને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અગાઉ પણ આવા બનાવો બની ચુક્યાં છે. રેલવે ફાટક બંધ હોવા છતા ક્રોસિંગ પાર કરવાની કોશિષમાં બેદરકારીને કાણે કેટલાક લોકે જીવ પણ ગુમાવ્યાં છે.
(Photo-file)