Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ અખિલેશ યાદવે કરહાલ વિધાનસભા બેઠક ઉપર નોંધાવી ઉમેદવારી

Social Share

લખનૌઃ સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી પત્ર ભર્યું હતું. પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં નસીબ અજમાવી રહેલા અખિલેશે મૈનપુરી કલેક્ટર કચેરીમાં કરહાલ વિધાનસભા બેઠક ઉપર ફોર્મ ભર્યું હતું.. આ પ્રસંગે તેમની સાથે સપા નેતા અને કરહલના વર્તમાન ધારાસભ્ય સોબરન સિંહ યાદવ હાજર હતા. તેમના સમર્થકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યાં હતા. કરહાલમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. કોંગ્રેસે આ સીટ પરથી જ્ઞાનવતી યાદવ અને બસપાએ કુલદીપ નારાયણને મેદાનમાં ઉતાર્યા છે. જો કે આ બેઠક માટે ભાજપના ઉમેદવારનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

અખિલેશ યાદવ સૈફઈથી કરહાલ પહોંચ્યા હતા. માર્ગમાં ઠેર-ઠેર કાર્યકરો અને નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  વિજય રથ પર સવાર અખિલેશ યાદવે જનતાનું અભિવાદન કર્યું હતું. અખિલેશના વિજય રથ પર કરહાલથી સપાની ટિકિટ પર ચૂંટણી લડનાર શોભન સિંહ, પૂર્વ સાંસદ અને અખિલેશના ભત્રીજા તેજ પ્રતાપ પણ વિજયના રથમાં સવાર છે. વિજય રથને અખિલેશના અંગત સચિવ ગજેન્દ્ર પોતે ચલાવી રહ્યા છે તેમણે સૈફઈના પ્રખ્યાત હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી. એસપી પ્રમુખના નામાંકન માટે રવાના થતા પહેલા, તેમના કાકા શિવપાલ સિંહ યાદવ અને અન્ય સંબંધીઓ અને શુભેચ્છકોએ તેમને આશીર્વાદ આપ્યા અને પ્રચંડ બહુમતી સાથે સરકારની રચના માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં સપાની લહેર ચાલી રહી છે, જે રાજ્યને વિકાસ અને સમૃદ્ધિના માર્ગ પર લઈ જવા માટે મક્કમ છે. કરહાલમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. કોંગ્રેસે આ સીટ પરથી જ્ઞાનવતી યાદવ અને બસપાએ કુલદીપ નારાયણને મેદાનમાં ઉતાર્યા છે. જો કે આ બેઠક માટે ભાજપના ઉમેદવારનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.