Site icon Revoi.in

મંકી પોક્સને લઈને ઉત્તરપ્રદેશ એલર્ટ,નવી માર્ગદર્શિકા જારી કરી -વિદેશથી આવેલા લોકો પર રખાશે ખાસ નજર

Social Share

દિલ્હીઃ- વિશ્વભરના ઘણા દેશોમાં મંકીપોસ્કનો ભય વર્તાઈ રહ્યો છે જેને લઈને અનેક દેશઓ એલર્ટ બન્યા છે ત્યારે દેશનું રાજ્ય ઉત્તરપ્રદેશ પણ હવે આ રોગને લઈને સતર્કતતા દાખવી રહ્યું છે.

રાજ્યમાં હવે મંકીપોક્સ વાયરસે તંત્રની ચિંતા વધારી દીધી છે. સમગ્ર વિશ્વમાં તેના કેસ વધી રહ્યા છે. તેના જોખમને જોતા ઉત્તર પ્રદેશ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. આ અંતર્ગત વિદેશ પ્રવાસ કરીને પરત ફરેલા લોકો પર નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં યુપી સરકારે સંબંધિત વિભાગોને આદેશ આપ્યા છે.

ચેપી રોગોના નિયામકએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની ફોલ્લીઓ ધરાવતા હોય તેના પર દેખરેખ રાખવાની જરૂર છે ખાસ કરીને એવા લોકો જેઓ અરસગ્રસ્ત  દેશમાંથી જ તાજેતરમાં  અહી આવ્યા છે જ્યાં મંકીપોક્સના દર્દીઓ મળ્યા છે અથવા તે મંકીપોક્સના દર્દીઓના સંપર્કમાં આવ્યા છે. તેમના પર નજર રાખવા અને તેમને આઈસોલેશનમાં રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ સંદર્ભમાં, વિભાગે ગુરુવારે સાંજે એક એડવાઈઝરી પણ બહાર પાડી છે અને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય મુસાફરી ઇતિહાસ ધરાવતા અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો પર પણ ધ્યાન આપવું જોઈએ.

સરકારે આરોગ્ય અધિકારીઓને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, “મંકીપોક્સના શંકાસ્પદ દર્દીઓને જ્યાં સુધી ફોલ્લીઓના સ્થળે નવી ત્વચા ન આવે અથવા ડૉક્ટર આઇસોલેશનને સમાપ્ત કરવાની સલાહ ન આપે ત્યાં સુધી આઈસોલેટમાં રહેવાની જરૂર છે. રાજ્યના તમામ મુખ્ય તબીબી અધિકારીઓ. ” દ્વારા મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘જે લોકો કોઈપણ દર્દીના સંપર્કમાં આવ્યા છે, તેમની 21 દિવસના સમયગાળા માટે તપાસ કરવી જોઈએ,આમ સરકાર એલર્ટ બનીને સતર્કતાના પગલાઓ લઈ રહી છે.