Site icon Revoi.in

UP: વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહે 300 પ્લસ બેઠકની તૈયાર કરી રણનીતિ

Social Share

દિલ્હીઃ આગામી વર્ષમાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ પ્રચારનો ધમધમાટ તેજ બનાવી દીધો છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશમાં ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્વિકારી લીધી હોય તેમ તેમણે ઉત્તરપ્રદેશમાં ભાજપના ટોચના નેતાઓ સાથે લંબાણપૂર્વકની બેઠક કરી હતી. તેમજ નેતાઓને જીતનો મંત્ર આપીને વિધાનસભાની ચૂંટણીમાં 300થી વધારે બેઠકો ઉપર વિજય મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભાજપના રણનીતિકાર અમિત શાહે પણ પોતાનું તમામ ધ્યાન હાલ ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર કેન્દ્રીત કર્યું હોવાનું જાણવા મળે છે.

(વધારે અને સરળતાથી રિવોઈ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ) 

https://play.google.com/store/apps/details?id=com.revoinews

ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે તમામ રાજકીય પક્ષો પોત-પોતાની રીતે બેઠકોની જીતના દાવાઓ કરી રહી છે. સપાના પ્રમુખએ તો એકવાર 400થી વધારે બેઠકો જીતનો દાવો કર્યો હતો. હવે ભાજપમાંછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યાં છે. અમિત શાહેર લખનૌમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યાં બાદ પાર્ટીના નેતાઓ અને આગોવાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે જીતનો મંત્ર બતાવીને 300થી વધારે બેઠક ઉપર કેવી રીતે જીતી શકાય તેની જાણકારી આપી હતી. બેઠકમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, વર્તમાન અને પૂર્વ સાંસદ અને સિનિયર નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

આ બેઠકમાં અમિત શાહે ઉત્તરપ્રદેશની રણનીતિને લઈને વિસ્તારની ચર્ચા કરી હતી. તેમજ તેમણે ભાજપના મજબુત સંગઠનના વખાણ કર્યાં હતા. આ દરમિયાન તેમણે 300પ્લસનું સુત્ર આપ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે, જો બુથ મજબુત રહેશે તો 300થી વધારે બેઠકો ઉપર ભાજપ જીતી શકે છે. અહીં પહોંચવા માટે પૂર્વ સાંસદ અને ધારાસભ્યોએ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની સફળતા છેવાડાના ગામ સુધી પહોંચાડવી પડશે. ગ્રાઉન્ડ લેવલ મજબુત હશે અને બુથ મેનેજમેન્ટ જોરદાર હશે તો ભાજપને 300થી વધારે બેઠકો જીતતા હોઈ અટકાવી નહીં શકે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.