દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં પ્રેમિકાના અન્ય યુવાન સાથે લગ્ન નક્કી થઈ જતા નારાજ પ્રેમી યુવાને મિત્રો સાથે મળીને પ્રેમિકા અને તેના માતા-પિતાની ઘાતકી હત્યા કરી હતી. પ્રેમી યુવાને પોતાના મિત્રો સાથે મળીને પ્રેમિકાના ઘરમાં ઘાતક હથિયાર સાથે ઘુસીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આ બનાવમાં યુવતીની નાની બહેનને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. બીજી તરફ પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે અને હત્યારા પ્રેમી ઉપર રૂ. 50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધમાં જ ત્રણેયની હત્યાનું સામે આવ્યું છે. આ ઘટના ઈમલિયા ગુરુદયાલની છે. આરોપી યુવાનનો ફોટો જાહેર કરીને રૂ. 50 હજારનું ઈનામની જાહેરાત કરી છે. પ્રેમીએ તિક્ષણ હથિયારના ઘા મારીને પ્રેમિક અને તેના માતા-પિતાની હત્યા કરી હતી. આ પ્રકરણમાં પ્રેમિકાની નાની બહેનને ગંભીર ઈજા થઈ હતી. આરોપીએ પોતાના મિત્રો સાથે મળીને આખી ઘટનાને અંજામ આપ્યો હતો.