Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ અલીગઢ સહિત બે જિલ્લાના નામ બદલવા શરૂ કરાઈ કવાયત

Social Share

લખનૌ: ઉત્તરપ્રદેશની યોગી સરકારના શાસનમાં ફૈઝાબાદ સહિતના શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. હવે વધુ બે શહેરોના નામ બદલવાની કવાયત શરૂ કરવામાં આવી છે. અલીગઢ જિલ્લાનું નામ હરિગઢ અને મેનપુરીનું નામ બદલીને મયન ઋષિના નામ ઉપર રાખવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ રાજય સરકારને મોકલી આપવામાં આવ્યો છે. આ અંગે આગામી દિવસોમાં ભાજપ સરકાર યોગ્ય નિર્ણય લેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અલીગઋ જિલ્લા પંચાયતની બેઠક મળી હતી. જેમાં કેહરી સિંહ અને ઉમેશ યાદવે અલીગઢનું નામ બદલીને હરિગઢ રાખવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. તેને સર્વેસંમિતિથી પાસ કરી દેવામાં આવ્યો છે. મેનપુરીમાં પણ જિલ્લા પંચાયતના સભ્યોએ મયન ઋષિની તપોભૂમિ હોવાના કારણે મેનપુરીનુ નામ મયન નગર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો. બેઠક દરમિયાન મેનપુરીનુ નામ બદલવાના કારણે કેટલાક જિલ્લા પંચાયતના સભ્યો તરફથી વિરોધ પણ કરવામાં આવ્યો. જોકે, જિલ્લા પંચાયતના સદસ્યોએ બહુમત મળ્યા બાદ જિલ્લા પંચાયત અધ્યક્ષે મેનપુરીનુ નામ મયન નગર રાખવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો. જિલ્લા પંચાયતમાં પાસ કરવામાં આવેલા આ પ્રસ્તાવોને હવે સરકારની પાસે મોકલવામાં આવશે, જ્યાં નિર્ણય લેવામાં આવશે કે નામ બદલવુ છે કે નહીં.